fbpx
રાષ્ટ્રીય

આવતી કાલે વડાપ્રધાન મોદીના હસ્તે રાજકોટ એઈમ્સનું ઈ-ખાતમુહત

ખાતમુહૂર્ત પ્રસંગે મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી, બધા ધારાસભ્યો તથા ઉચ્ચ અધિકારીઓ સાઇટ પર હાજર રહેશે, રાજકોટમાં ૨૦૦ એકરમાં ૧૭ જેટલા બિલ્ડિંગો બનાવવામાં આવશે, ૨૦૦ એકર જમીનમાં રૂ.૧૧૯૫ કરોડના ખર્ચે એઈમ્સ નિર્માણ થશે

૩૧મી ડિસેમ્બરના રોડ ઁસ્ મોદીના હસ્તે એઇમ્સનું ખાતમુહૂર્ત કરાશે. ખાતમુહૂર્તને લઇને ડોમની તૈયારીઓ શરૂ કરી દેવાઇ છે. રાજકોટમાં ૨૦૦ એકરમાં ૧૭ જેટલા બિલ્ડિંગો બનાવવામાં આવશે. એઇમ્સ તરફ જવાના બિસ્માર માર્ગો નવા બનાવવામાં આવી રહ્યા છે. ખાતમુહૂર્ત પ્રસંગે મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી, બધા ધારાસભ્યો તથા ઉચ્ચ અધિકારીઓ સાઇટ પર હાજર રહેશે. મહત્વનું છે કે એઇમ્સના ૧૭ પ્લાનમાંથી ૯ પ્લાનને મંજૂરી મળી ગઇ છે. અન્ય માટે ૨-૩ દિવસમાં મંજૂરી મળી જશે. આજે રાજકોટ એઈમ્સનું ખાતમુહૂર્ત પીએમ મોદી વીડિયો કોન્ફરન્સથી કરશે. ૨૦૦ એકર જમીનમાં રૂ.૧૧૯૫ કરોડના ખર્ચે એઈમ્સ નિર્માણ થશે. સીએમ રૂપાણી, નીતિન પટેલ, સાંસદો પણ હાજર રહેશે. તંત્ર દ્વારા આજે રિહર્સલ કરવામાં આવશે.
અગાઉ જિલ્લા કલેકટર રેમ્યા મોહન અને નિવાસી અધિક કલેકટર પરિમલ પંડયા સહિતના મહાનુભાવોએ સભાસ્થળ, ખાતમૂહર્ત સ્થળ અને સંભવિત હેલીપેડના સ્થળોની મુલાકાત લીધી હતી. કાર્યક્રમમાં આવનારા આમંત્રિતો, સામાન્ય નાગરિકો તથા અધિકારીઓ માટેના રૃટની વ્યવસ્થા, મેઈનરોડથી સભાસ્થળ સુધીના રૃટના આયોજન, કોરોના સંબંધી સરકારી માગર્ર્દિશકાનું પાલન, વીજળી પુરવઠો, પીવાનું પાણી વગેરે મુદ્દે બેઠકમાં વિશદ ચર્ચા કરવામાં આવી હતી. રાજકોટ એઈમ્સનું ઈ-ખાતમુહૂર્ત ૩૧મીએ વડાપ્રધાન કરશે, તેમજ મુખ્યમંત્રી હાજરી આપશે તેવી જાહેરાત થઈ છે. એઇમ્સનું ખાતમુર્હતને લઈ ડોમની ત્યારીઓ શરૂ કરી છે.
જાેકે પીએમઓ ઓફિસથી મૌખિક મંજૂરી સંભવિત ૩૧ તારીખ મળતા એઈમ્સના અધિકારીઓ દ્વારા તૈયારીઓ શરૂ કરી છે. ૨૦૦ એકરમાં ૧૭ જેટલા બિલ્ડગો બનાવવામાં આવશે. એઇમ્સના ખાતર્મુહત અંગે હજુ સ્થાનિક વહીવટી તંત્ર સુધી કોઈ જ માહિતી મળી ન હોવાનું સામે આવ્યું છે તો બીજી બાજુ એઈમ્સ જવાનો માર્ગ બિસ્માર હોવાથી નવા રસ્તાઓ બનાવવા આવી રહ્યા છે, સાથે મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી, તેમજ બધા મંત્રી, સાંસદ, ધારાસભ્યો અને એમ્સના ઉચ્ચ અધિકારીઓ સ્થળ પર હાજર રહેશે. સીએમને લઈ જઈ શકાય તેમ ન હોય હેલિકોપ્ટર મારફત સાઈટ પર લવાશે અને તે માટે હેલિપેડ પણ તૈયાર થઇ રહી છે. એઇમ્સના હાલ ૧૭ પ્લાન માંથી ૯ પ્લાન ને મંજૂરી મળી છે બાકીના પ્લાન માટે ૨થી ૩ દિવસમાં મજૂરી મળી જશે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/