fbpx
રાષ્ટ્રીય

૬ કરોડ ખાતાધારકોને લાભ થશે સરકારે ઇપીએફ ખાતાઓમાં ૮.૫ ટકા વ્યાજ ઉમેરવાના પ્રસ્તાવને મંજૂરી આપી

નાણા મંત્રાલયે નાણાકીય વર્ષ ૨૦૧૯-૨૦ માટેના ઇપીએફ ખાતાઓમાં ૮.૫ ટકા વ્યાજ ઉમેરવાના પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે. આથી કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠનના લગભગ ૬ કરોડ ખાતાધારકોને લાભ થશે. એક વરિષ્ઠ સરકારી અધિકારીએ કહ્યું હતું કે શ્રમ મંત્રાલય ટૂંક સમયમાં વ્યાજ દરને નોટિફાય કરશે.
ઇપીએફઓના સેન્ટ્રલ બોર્ડ ઓફ ટ્રસ્ટીઓએ માર્ચમાં વર્ષ ૨૦૧૯-૨૦ના ૮.૫ ટકા વ્યાજ દરને મંજૂરી આપી હતી. સપ્ટેમ્બરમાં ર્નિણય લેવામાં આવ્યો હતો કે ૮.૫ ટકા વ્યાજની આ રકમને બે હપ્તા (૮.૧૫ અને ૦.૩૫ ટકા)માં મોકલવામાં આવશે. પરંતુ શ્રમ મંત્રાલયે આ મહિને નાણાં મંત્રાલયને એક પ્રસ્તાવ મોકલ્યો છે, જે ૨૦૧૯-૨૦ માટે પીએફ ખાતાઓમાં ૮.૫% વ્યાજનો હપ્તો જમા કરાવવા માટે મંજૂરી માગી હતી.
ઇપીએફઓ પોતાના ઈન્ક્રીમેન્ટલ કોર્પસના ૧૫ ટકા સુધી ઇટીએફમાં રોકાણ કરે છે. નાણાકીય વર્ષ ૨૦૨૦માં ઇપીએફઓને ઇક્વિટી રોકાણ પર માઈનસ ૮.૩ ટકા રિટર્ન મળ્યું હતું, જે નાણાકીય વર્ષ ૨૦૧૯માં ૧૪.૭ ટકા હતું. ૮.૫ ટકા વ્યાજ દર સાત વર્ષમાં સૌથી નીચું છે. ૨૦૧૮-૧૯માં ૮.૬૫% વ્યાજ ચૂકવવામાં આવ્યું હતું. આમ ૨૦૧૮-૧૯ની સરખામણીમાં ૨૦૧૯-૨૦માં તે ૦.૧૫% જેટલું ઓછું છે.
ફાઇનાન્સ ઈન્વેસ્ટમેન્ટ અને ઓડિટ કમિટીના અંદાજ મુજબ પીએફ શેરહોલ્ડરોના ખાતાઓમાં ૮.૫% વ્યાજ આપ્યા પછી ઇપીએફઓની પાસે ૭૦૦ કરોડ રૂપિયાની રકમ સરપ્લસ રહેશે. વ્યાજ દરને બે ભાગમાં વહેંચવા પાછળનો હેતુ એ હતો કે ઇપીએફઓની બચત પર કોઈ અસર ન થાય. કોરોના કાળમાં લોકોએ પીએફને મોટાપાયે ઉપાડ કર્યો હતો. પરંતુ ઇપીએફઓએ ઇક્વિટી બજારોમાં આવેલી તેજીનો લાભ ઉઠાવી લીધો હતો.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/