fbpx
રાષ્ટ્રીય

વડાપ્રધાને ૧૬મા પ્રવાસી ભારતીય દિવસ સંમેલનને સંબોધિત કર્યું કોરોના કાળમાં દેશ વધારે તાકાતવર બન્યોઃ મોદી

ભારતીય લોકશાહી સૌથી વધુ જીવંત છેદુનિયા ફક્ત ભારતની વેક્સિનની જ રાહ નથી જાેઈ રહ્યું, આપણા વેક્સિનેશન કાર્યક્રમ પર પણ દુનિયાની નજર

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ૧૬મા પ્રવાસી ભારતીય દિવસ સંમેલનને સંબોધિત કરતાં કહ્યું કે આજે નવી પેઢી ભલે મૂળિયાથી દૂર થઇ ગઇ હોય, પરંતુ તેમનો લગાવ ભારત સાથે વધ્યો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે આ વખતે કોરોના કાળમાં ભારતના લોકોએ શાનદાર કામ કર્યું છે અને આ લોકો આસપાસના લોકો પ્રત્યે મદદરૂપ દેખાયા. આ દરમ્યા ભારતના લોકો એ સેવા ભાવનો પરિચય કરાવ્યો છે. આપને જણાવી દઇએ કે આ વખતે પ્રવાસી ભારતીય દિવસનો વિષય આર્ત્મનિભર ભારત છે.
પ્રધાનમંત્રીએ કહ્યું કે દુનિયા સાક્ષી છે કે જ્યારે પણ ભારતના સામર્થ્ય પર પ્રશ્ન કરાયા ત્યારે દર વખતે ભારતીયોએ તેમને ખોટા સાબિત કર્યા છે. જ્યારે ભારત પરાધીન હતું તો યુરોપમાં લોકો કહેતા હતા કે ભારત આઝાદ થઇ શકશે નહીં પરંતુ ભારતીયોએ તેને ખોટું સાબિત કરી દીધું. જ્યારે ભારત સ્વતંત્ર થયું ત્યારે પશ્ચિમના લોકો કહેતા કે આટલો ગરીબ દેશ એક સાથે રહી શકશે નહીં, અહીં લોકશાહીનો પ્રયોગ સફળ થશે નહીં, પરંતુ ભારતે તેને ખોટું સાબિત કરી દીધું. પીએમ મોદીએ ડાયસ્પોરાને કહ્યું કે આજે ભારતની લોકશાહી સૌથી સફળ છે, સૌથી જીવંત છે. પીએમ મોદીએ કહ્યું કે આજે ભારતની લોકશાહી વિશ્વમાં એક ઉદાહરણ બની ગયું છે.
વડાપ્રધાન મોદીએ કહ્યું કે ભારતે શાંતિનો સમય હોય કે સંઘર્ષનો ભારત નિશ્ચિતપણે મુકાબલો કર્યો છે. પીએમએ કહ્યું કે વીતેલા વર્ષોમાં પ્રવાસી ભારતીયોએ દરેક ક્ષેત્રે પોતાની ઓળખ મજબૂત કરી છે. વિવિધ દેશોના પ્રમુખો જણાવે છે કે કેવી રીતે ત્યાં વસતા પ્રવાસી ભારતીયોએ મુશ્કેલ સમયમાં કેટલું મહાન કામ કર્યું છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે દરેક જણ આજે ભારતની રસીની રાહ જાેઈ રહ્યું છે. વડાપ્રધાને કહ્યું કે ભારતની તાકાતનો લાભ દરેકને મળે છે, વડાપ્રધાને કહ્યું કે દેશમાં બનાવવામાં આવેલી બે રસીથી ભારત માનવતાના હિતમાં કામ કરવા તૈયાર છે. પીએમએ કહ્યું કે કોવિડના સમયમાં કેટલીય નવી ટેક સ્ટાર્ટઅપ્સ ભારતમાંથી જ નીકળીને આવ્યા છે. ભારતે ફરી એક વખત પોતાના સામર્થ્યનો પરચિય કરાવી દીધો છે.
ભારતના નિર્માણમાં પ્રવાસી ભારતીયોના યોગદાનને યાદ કરતાં તેમણે કહ્યું કે, જાે આખી દુનિયાને ભારતમાં આટલો વિશ્વાસ છે તો તમે પણ પ્રવાસી ભારતીય છો. પીએમએ કહ્યું કે તમે જ્યાં ગયા ત્યાં તમે ભારતીયતાને ફેલાવી છે. પીએમએ કહ્યું કે ભારત સરકાર દરેક ક્ષણ, દરેક સમયે તમારી સાથે ઉભું છે. કોરોના કાળમાં વંદે ભારત મિશન હેઠળ ૪૫ લાખ ભારતીયોને સહાય કરવામાં આવી હતી.
વડાપ્રધાન મોદીએ કહ્યું કે અહીંથી હવે આપણે આઝાદીના ૭૫માં વર્ષ તરફ આગળ વધી રહ્યા છીએ. મારી વિનંતી છે કે સ્વતંત્રતા ચળવળમાં ભાગ લેનારા પ્રવાસી ભારતીયોની જીવનગાથાથી સંપૂર્ણ પરિચય માટે ડિજિટલ પોર્ટલ બનાવવામાં આવવું જાેઈએ, તે આપણી આવનારી પેઢીઓને પ્રેરિત કરશે.
આર્ત્મનિભર ભારત વિશે વાત કરતા પીએમ મોદીએ ડાયસ્પોરા ભારતીયોને સંબોધન કરતા કહ્યું હતું કે તમે વિશ્વની જરૂરિયાતોને પહોંચી વળવા ગુણવત્તાયુક્ત અને સસ્તું સમાધાન આપી શકો છો અને ભારતમાંથી ગરીબ દેશોને લાભ પહોંચાડી શકો છો. આપને જણાવી દઇએ કે આ વખતે પ્રવાસી ભારતીય સંમેલનની થીમ આર્ત્મનિભર ભારત જ છે. ઉદ્ઘાટન સત્ર દરમિયાન સુરીનામના રાષ્ટ્રપતિ ચંદ્રિકા પ્રસાદ સંતોખીએ મુખ્ય મહેમાન તરીકે કાર્યક્રમને સંબોધિત કર્યો હતો.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/