fbpx
રાષ્ટ્રીય

નવા કૃષિ કાયદામાં કોઇ ઉણપ નથી, વિપક્ષના ગેરમાર્ગે આંદોલન થઇ રહ્યું છેઃ હેમા માલિની

મથુરાથી ભાજપના સાંસદ હેમામાલિનીએ વિપક્ષ પર ખેડૂતોને ભ્રમિત કરવાનો આરોપ લગાવતા કહ્યું કે કેન્દ્ર સરકાર દ્વારા લાગુ કરવામાં આવેલા કૃષિ કાયદાઓને ખેડૂતો તેમજ ખેતી માટે મહત્વનો ગણાવ્યો. હેમામાલિનીએ સોમવારે મથુરાના વૃન્દાવત સ્થિત પોતાના નિવાસ પહોંચી હતી.

આ પહેલા હેમામાલિની ગત વર્ષે ફેબ્રુઆરી મહીનામાં કેટલાક દિવસ મથુરા આવી હતી. મંગળવારના રોજ પત્રકારો સાથે વાતચીત કરતા કહ્યું, ‘નવા કૃષિ કાયદામાં કોઇ ઉણપ નથી, પરંતુ વિપક્ષના ગેરમાર્ગે દોરવણીમાં આવીને લોકો આંદોલન કરી રહ્યાં છે.’
હેમામાલિનીએ કહ્યું, આંદોલનકારી ખેડૂતો જાણતા નથી કે તેઓ શું ઇચ્છે છે અને કૃષિ કાયદામાં કઇ સમસ્યાઓ છે. જેનાથી એ જરુર ખબર પડે છે કે તેઓ એટલા માટે વિરોધ કરી રહ્યાં છે કે તેઓની પાસે કોઇ આ કરાવી રહ્યું છે.

કોરોના વેક્સીન પર સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ તેમજ પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવનના નિવેદન પર હેમા માલિનીએ કહ્યું કે, ‘વિપક્ષનું કામ અમારી સરકાકરના દરેક સારા કામ પર ઉલ્ટું (વિરોધી) બોલવુ છે. કેન્દ્ર સરકાર વિપક્ષની કોઇપણ જાતની ચિંતા કર્યા વગર દરેક મુદ્દા પર અડગ ઉભી છે.’ એક સવાલના જવાબમાં હેમા માલિનીએ કહ્યું, ‘વેક્સિન લગાવા માટે હું મારા નંબરની રાહ જાેઇ રહી છું. દેશી રસી લગાવા માટે હું ઘણી ઉત્સુક છું’.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/