વડાપ્રધાન મોદીએ નેપાળના વિદેશ મંત્રીનો મળવાનો સમય ન આપ્યો
..!
નેપાળના વિદેશ મંત્રી પ્રદીપ કુમાર જ્ઞાવલીનો ભારત પ્રવાસ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મુલાકાત વગર જ પૂરો થઇ ગયો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિદેશ મંત્રીને મળવાનો સમય આપ્યો જ નહીં અને પાડોશી દેશને સ્પષ્ટ સંદેશો આપી દીધો છે. ભારત સરકારનું કહેવું છે કે જ્યાં સુધી નેપાળ નવા નકશા બાદ ઉભા થયેલા સરહદ વિવાદનો ઉકેલ લાવતું નથી ત્યાં સુધી તેમની સાથે કોઇ નક્કર વાતચીત થશે નહીં. નેપાળે નવા નક્શામાં ભારતીય વિસ્તાર લિમ્પિયાધુરા, કાલાપાની અને લિપુલેખને પોતાનો હિસ્સો દર્શાવે છે. વાત એમ છે કે નેપાળ ઇચ્છતું હતું કે બંને દેશોની વચ્ચે દ્વિપક્ષીય સંબંધ એવી રીતે આગળ વધ્યા જેમકે બંને દેશોની વચ્ચે કંઇ થયું જ નહોતું.
જાે કે ભારત નેપાળની સાથે વિકાસ, કનેક્ટિવિટી, ટ્રેડ અને અન્ય વિસ્તારોમાં કામ કરી રહ્યા છે પરંતુ આ પહેલા જેવું નથી. નેપાળી વિદેશ મંત્રીના પ્રવાસ પરથી એક સંકેત તો મળે છે કે બંને દેશોના સંબંધ ફરીથી પાટા પર આવી રહ્યા છે. કોરોના રસીને લઇ ભારતે નેપાળની સાથે સહયોગપૂર્ણ વલણ અપનાવ્યું છે. પોતાના ભારત પ્રવાસ પર નેપાળી વિદેશ મંત્રીની પીએમ મોદીની સાથે મુલાકાત ના થઇ શકે તેનું સત્તાવાર કારણ કોરોના વેક્સીનેશનના લોન્ચિંગ કાર્યક્રમને બતાવામાં આવ્યું છે.
Recent Comments