fbpx
રાષ્ટ્રીય

ગાઢ ધુમ્મસના પગલે ટ્રકે એક કરતા વધુ વાહનોને ટક્કર મારતા અકસ્માત સર્જાયો પશ્ચિમ બંગાળના જલપાઇગુડીમાં ગમખ્વાર અકસ્માતઃ ૧૩ લોકોના મોત


૧૯ લોકો અકસ્માતમાં ઘાયલ થયા, દેશમાં ૨૪ કલાકમાં ગુજરાત-પશ્ચિમ બંગાળમાં અકસ્માત કુલ ૨૮ લોકોના મોત નિપજ્યા, વડાપ્રધાને દુઃખ વ્યક્ત કર્યું

પશ્ચિમ બંગાળના જલપાઇગુડીમાં ગાઢ ધૂમ્મસના પગલે મંગળવારે રાત્રે લોખંડના બોલ્ડર ભરેલી ટ્રક એક કરતાં વધુ વાહનો સાથે ટકરાતાં ઓછામાં ઓછા ૧૩ જણના મૃત્યુ થયાં હતાં અને બીજા ૧૮-૧૯ જણને ઇજા થઇ હતી. એમાંના કેટલાકની ઇજા ગંભીર હોવાનું કહેવાય છે.
માર્ગ અકસ્માતને પગલે ઉચ્ચ પોલીસ અધિકારીઓનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. પોલીસના મતે ગાઢ ધુમ્મસથી વિઝિબિલિટી બિલકુલ લો હતી અને ધુગપુડી તરફ રોંગ સાઈડમાં જઈ રહેલી ત્રણ જેટલી કાર સાથે પથ્થર ભરેલા ટ્રકની ટક્કર થઈ હતી. લગ્નની ખુશી મનાવવા જઈ રહેલા જાનૈયાઓની ત્રણ કારને અકસ્માત થતા હરખનો માહોલ ગમમાં ફેરવાઈ ગયો હતો. ઘાયલોને જલપાઈગુડીની સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.

ઇજાગ્રસ્તોને જલપાઇગુડીની એક હૉસ્પિટલમાં સારવાર માટે દાખલ કરાયા હતા. જલપાઇગુડીના એએસપી ડૉક્ટર સુમંત રૉયના કહેવા મુજબ મંગળવારે રાત્રે નવને પાંચે બોલ્ડર ભરેલી એક ટ્રક માયાનાલી પાસેથી પસાર થઇ રહી હતી.
ટ્રક મૈના ગુડી તરફ જઇ રહી હતી. એ સમયે સામેથી ખોટી દિશામાં એક તાતા મેજિક અને બીજાં વાહન આવી રહ્યા હતાં. ગાઢ ધૂમ્મસના પગલે પહેલાં ટ્રક તાતા મેજિક સાથે ટકરાઇ હતી. ત્યારબાદ ટ્રકમાં રહેલાં બોલ્ડર્સ પડખેથી પસાર થઇ રહેલાં બીજાં વાહનો પર પડ્યા હતા અને અકસ્માતની ગંભીરતા વધી ગઇ હતી.

આમ થવાથી ૧૩ વ્યક્તિનાં મોત થયાં હતાં અને બીજા અઢાર ઓગણીસ જણને ઇજા થઇ હતી. ઇજાગ્રસ્તોને પહેલાં ધૂપગુડી નજીકની હૉસ્પિટલમાં લઇ જવાયા હતા. ત્યારબાદ જલપાઇગુડીની મોટી હૉસ્પિટલમાં શીફ્ટ કરાયા હતા.

પ્રત્યક્ષદર્શીઓનું માનીએ તો બોલ્ડરથી ભરેલો ટ્રક, એબીજા ટ્રકની ઓવરટેક કરી રહ્યો હતો. આ દરમિયાન રોંગ સાઇડમાંથી આવી રહેલી ગાડીઓ સાથે તેની ટક્કર થઇ અને બોલ્ડર બીજી ગાડીઓ પર પડ્યા હતા. અકસ્માતનો ગુનો નોંધી ટ્રક ડ્રાઇવરની ધરપકડ કરવામાં આવી છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અકસ્માત અંગે દુઃખ વ્યક્ત કર્યું છે. તેમણે મૃતકોના પરિવારને ૨-૨ લાખ રૂપિયા અને ઘાયલોને ૫૦-૫૦ હજાર રૂપિયાની મદદ કરવાની પણ જાહેરાત કરી હતી.
ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં સુરતથી ૬૦ કિલોમીટર દૂર કોસંબા વિસ્તારમાં એક દિવસ પહેલાં જ ડમ્પરે ૨૦ લોકોને કચડી નાખ્યા હતા, જેમાં ૧૫ લોકોનાં મોત નીપજ્યાં હતાં. પોલીસે જણાવ્યું હતું કે બધા મજૂર હતા અને રાજસ્થાનના બાંસવાડા જિલ્લાના હતા. કિમ-માંડવી રોડ પર પાલોદગામ નજીક આ અકસ્માત થયો હતો. મજૂરો ફૂટપાથ પર સૂઈ રહ્યા હતા.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/