શુભમન ગિલ આવનારા સમયમાં કોહલી બાદ ટીમનું નેતૃત્વ કરશેઃ થરુરની ભવિષ્યવાણી
ઓસ્ટ્રેલિયા પ્રવાસ દરમિયાન ભારતીય ક્રિકેટ ટીમે ટેસ્ટ સીરીઝમાં જે રીતે પ્રદર્શન કર્યું છે ત્યારબાદ તમામ લોકો ભારતીય ટીમના વખાણ કરી રહ્યા છે. ચાર ટેસ્ટ મેચની બોર્ડર -ગાવસ્કર ટ્રોફી દરમિયાન પ્રથમ મેચમાં ભારતીય ટીમને હારનો સામનો કરવો પડ્યો હતો. ત્યારબાદ બધી બાજુ ભારતીય ટીમની આલોચના કરવામાં આવી રહી હતી. જ્યારે શુભમન ગિલના શાનદાર પ્રદર્શનને જાેતા કાૅંગ્રેસના સાંસદ શશિ થરૂરે ભારતીય ટીમના આ ખેલાડીને લઈ ભવિષ્યવાણી કરી છે.
સ્પોટ્ર્સ કીડા સાથે થયેલી વાતચીત દરમિયાન શશિ થરૂરનું કહેવું છે કે શુભમન ગિલ આવનારા સમયમાં વિરાટ કોહલી બાદ ભારતીય ક્રિકેટ ટીમનું નેતૃત્વ કરશે. તેમનું કહેવું છે કે વિરાટ કોહલી બાદ શુભમન ગિલને ભારતીય ટીમનો કેપ્ટન બનાવવામાં આવી શકે છે.
શુભમન ગિલે બોર્ડર ગાવસ્કર ટેસ્ટ સીરીઝ દરમિયાન કુલ ૬ ઈનિંગમાં ૨૫૬ રન બનાવ્યા હતા. જેમાં તેણે બ્રિસબેનના ગાબાના મેદાન પર બીજી ઈનિંગમાં ૯૧ રન બનાવ્યા હતા. શુભમન ઈંગ્લેન્ડ સામેની આગામી ટેસ્ટ માટે પણ પસંદ કરાયો છે. રોહિત શર્મા સાથે ઓપનિંગ કરતો જાેવા મળશે.
Recent Comments