fbpx
રાષ્ટ્રીય

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ૭૨માં ગણતંત્ર દિને હાલારી રાજવી પાઘડી પહેરી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ૭૨માં ગણતંત્ર દિવસ પર રાજપથ પર લશ્કરની ત્રણેય પાંખના જવાનોની પરેડ તેમજ સાંસ્કૃતિક ઝાંખીઓને નિહાળી હતી. સૌપ્રથમ ઈન્ડિયા ગેટ સ્થિત નેશનલ વોર મેમોરિયલ પર પહોંચીને પીએમ મોદીએ વિરગતિ પ્રાપ્ત કરનાર બહાદુર જવાનોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. દર વર્ષની જેમ આ વર્ષે પણ પીએમ મોદીનો અલગ અંદાજ જાેવા મળ્યો હતો. વડાપ્રધાને ગણતંત્ર દિવસ પર ખાસ હાલારી (જામનગરની) રાજવી પાઘડી પહેરી હતી. આ પાઘડી જામનગરના રાજવી પરિવાર દ્વારા વડાપ્રધાનને ખાસ ભેટ આપવામાં આવી હતી.
પીએમ મોદીએ લાલ રંગની પીળા ટપકા ધરાવતી આંટિયાળી પાઘડી ધારણ કરી હતી જે ખૂબ ચર્ચામાં રહી હતી. સૌરાષ્ટ્રનું પેરિસ ગણાતું જામનગર તેની સંસ્કૃતિને લીધે ખૂબ પ્રચલિત છે. સાંસદ પૂનમબેન માડમે ટ્‌વીટ કરીને જણાવ્યું હતું કે પારપંરિત હાલારી પાઘડી જામનગરના ઉચ્ચ સાંસ્કૃતિક વારસાનું પ્રતિક છે. ગણતંત્ર દિવસે વડાપ્રધાનને હાલારી પાઘડીમાં જાેઈને ગૌરવ અનુભવી રહ્યા છીએ.
૭૨માં ગણતંત્ર દિવસ પર વડાપ્રધા મોદીએ હાલારી પાઘડી સાથે કૂર્તો અને પાયજામો પહેર્યો હતો સાથે જ ગ્રે રંગનું જેકેટ અને મોઢા પર માસ્ક પહેર્યું હતું. પીએમ મોદી દ્વારા અવારનવાર પહેરવામાં આવતી પાઘડી હંમેશા ચર્ચામાં રહેતી હોય છે. અગાઉ ૧૫મી ઓગસ્ટના દેશના ૭૧માં સ્વતંત્રતા દિવસ ઉપર પણ તેમણે કેસરી પાઘડી ધારણ કરી હતી તે પણ ચર્ચામાં રહી હતી. ૨૦૧૫માં ગણતંત્ર દિવસ પર અમેરિકાના તત્કાલિન રાષ્ટ્રપતિ બરાક ઓબામા વિશેષ મહાન તરીકે ઉપસ્થિ રહ્યા હતા ત્યારે પીએમ મોદીએ ગણતંત્ર દિવસ પર બાંધણીની પાઘડી ધારણ કરી હતી જે પણ તેમની આગવી ફેશનનું ઉદાહરણ રહ્યું હતું.
૨૦૧૪માં સ્વતંત્રતા દિવસના ભાષણ દરિયાન લાલ કિલ્લા પર જાેધપુરી બાંધણીની પાઘડી પહેરી હતી જે પણ મુખ્ય આકર્ષણ રહી હતી. આમ દેશના મહત્વના પર્વ પર પીએમ મોદી કચ્છી અને રાજસ્થાની સંસ્કૃતિના પ્રતિક સમાન પાઘડીઓ પણ ધારણ કરેલા જાેવા મળ્યા હતા.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/