૨૦૨૧મા ભારતનો આર્થિક વૃદ્ધિ દર ૧૧.૫ રહેશેઃ આઇએમએફનુ અનુમાન
ભારત ડબલ ડિજિટમાં ગ્રોથ પામનારો વિશ્વનો પ્રથમ દેશ હશે, કોરોના મહામારી બાદ ભારતીય અર્થતંત્રમાં રિકવરી ખૂબ ઝડપથી જાેવા મળી રહી છેઃ આઇએમએફ
દેશમા કોરોના વાઇરસ અને લોકડાઉનની અસરને જાેતા આઇએમએફએ વર્ષ ૨૦૨૧ એટલે કે ચાલુ વર્ષમા ભારતનો આર્થિક વૃદ્ધિ દર ૧૧.૫ ટકા રહેશે તેવુ અનુમાન કર્યુ છે. કોરોના વાઇરસની મહામારીની વચ્ચે પણ ભારત એક માત્ર એવો દેશ છે જેમનો આર્થિક વૃદ્ધિદર બે અંકમા રહેવાની શક્યતા છે.
આઇએમએફએ મંગળવારે જાહેર કરેલા વિશ્વ આર્થિક રિપોર્ટમા વૃદ્ધિ દરના આંકડા પ્રસિદ્ધ કર્યા છે. આ આંકડા અર્થવ્યવસ્થામા ફરીથી તેજી આવવાની શક્યતાને દર્શાવે છે. વર્ષ ૨૦૨૦મા મહામારીના કારણે એમા ૮ ટકાનો ઘટાડો જાેવા મળ્યો હતો.
મુદ્રાકોષના હાલના રિપોર્ટ અનુસાર વર્ષ ૨૦૨૧મા ૧૧.૫ વૃદ્ધિ દર રહેવાનુ અનુમાન છે. જ્યારે વર્ષ ૨૦૨૧મા ચીનનો વૃદ્ધિ દર ૮.૧ ટકાની સાથે બીજા સ્થાને રહેશે. આ પછી ક્રમશઃ સ્પેન ૫.૯ ટકા અને ફ્રાંસ ૫.૫ ટકા સાથે ત્રીજા અને ચોથા ક્રમ પર રહેશે.
આઇએમએફએ આંકડાઓના સંશોધન કરતા કહ્યુ કે, વર્ષ ૨૦૨૦મા ભારતની અર્થવ્યવસ્થામા ૮ ટકાનો ઘટાડો જાેવા મળ્યો હતો. જ્યારે ચીન માત્ર એક એવો દેશ હતો જેનો વૃદ્ધિ દર ૨.૩ ટકા રહ્યો હતો.
મુદ્રાકોષ અનુસાર વર્ષ ૨૦૨૨મા ભારતનો આર્થિક વૃદ્ધિ દર ૬.૮ ટકા અને ચીનનો ૫.૬ ટકા રહેવાનો અનુમાન છે. આ અનુમાન સાથે ભારત દુનિયાના સૌથી ઝડપથી આર્થિક વૃદ્ધિ કરનાર વિકાસશીલ દેશના ખિતાબને પ્રાપ્ત કરી લીધો છે.
આ મહિનાની શરૂઆતમા આઇએમએફની મેનેજિંગ ડિરેકટર ક્રિસ્ટલીન જાર્જીએવાએ કહ્યુ કે ભારતએ વાસ્તવમા મહામારી અને તેના આર્થિક પ્રભાવોથી લડવા માટે નિર્ણાયક પગલા ભર્યા છે. ભારતની જેટલી વસ્તી છે અને જેવી રીતે તેમા લોકો પરસ્પર રહે છે. તેમા લોકડાઉનએ એક મોટુ પગલુ છે. તેમ છતાં ભારતે કડક પ્રતિબંધો અને લોકડાઉનને લાગુ કર્યુ.
આઇએમએફના પ્રમુખએ આ વિશે કહ્યુ કે, ભારતએ અર્થવ્યવ્સ્થા માટે યોગ્ય પગલા ભર્યા. તમે જાે સંકેતોને જુઓ તો ભારતમા આજે કોવિડ પૂર્વ સ્તર પર પહોંચી ગયો છે. એટલે કે અર્થવ્યવસ્થામા ઉલ્લેખનીય રૂપે પુનરૂદ્ધાર થયો છે.
Recent Comments