fbpx
રાષ્ટ્રીય

વાયરસ હોય કે સરહદ પર પડકાર, ભારત દરેક સ્થિતિ સામે લડવા તૈયારઃ મોદી


વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દિલ્હીમાં ગુરુવારે રાષ્ટ્રીય કેડેટ કોરના કાર્યક્ર્‌મમાં ભાગ લીધો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આ દરમિયાન ગાર્ડ ઓફ ઓનર પણ આપવામાં આવ્યું. મોદીએ સંબોધન કરતાં કહ્યું કે ભારત વાયરસ અથવા સરહદના પડકાર સામે કાર્યવાહી કરવામાં સક્ષમ છે. ગયા વર્ષે ભારતે બતાવ્યું હતું કે ભારત દરેક મોરચે સક્ષમ છે. આજે આપણે વેક્સિન બાબતે પણ આર્ત્મનિભર છીએ. આ સાથે જ સેનાને મજબુત બનાવવાના પણ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
વડાપ્રધાન મોદીએ ગુરુવારે એનસીસીના કાર્યક્રમમાં સબોધન કર્યું હતું. મોદીએ પોતાના સંબોધનમાં કહ્યું હતું કે એનસીસીની ભૂમિકાનો વિસ્તાર કરવામાં આવશે. દરિયાઈ સરહદોની સુરક્ષા સાથે જાેડાયેલા નેટવર્કને મજબૂત બનાવવા માટે એનસીસીની ભાગીદારી વધારવામાં આવી રહી છે. આ માટે એક લાખ કેડેટ્‌સને તાલીમ આપવામાં આવી રહી છે. સરકાર તરફથી પણ એનસીસીના કેડેટ્‌સની તાકાત વધારવામાં આવી રહી છે.
મોદીએ સંબોધન કરતાં જણાવ્યુ હતું કે અહીં આવીને હંમેશા સુખ ભર્યો અનુભવ થાય છે. સમગ્ર દેશ તમારા પર ગર્વ કરી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના સંબોધનમાં કહ્યું હતું કે દેશમાં જ્યાં પણ કોઈ મહત્વપૂર્ણ કાર્ય થાય છે, ત્યાં એનસીસી કેડેટ ત્યાં હંમેશા પહોંચે છે, અને સંકટ સમયે મદદ કરવા માટે પણ આવે છે. વડાપ્રધાન મોદીએ કહ્યું કે બંધારણમાં નાગરિકોની ફરજની વાત કરવામાં આવી છે,તેનું પાલન કરવું દરેક નાગરિકની ફરજ છે. દેશમાં એક સમયે નક્સલવાદ એક મોટી સમસ્યા હતી, પરંતુ લોકોની જાગૃતિને કારણે નક્સલવાદની કમર તૂટી ગઈ હતી.


વડાપ્રધાન મોદીએ સંબોધન કરતાં કહ્યું કે ગયા વર્ષે બતાવ્યું છે કે તે વાઇરસ હોય કે સરહદી બાબતના પડકાર, ભારત તેની સામે લડવા સંપૂર્ણ રીતે તૈયાર છે. આજે દેશમાં બે સ્વદેશી વેક્સિન બનાવવામાં આવી છે, સેનાનું આધુનિકીકરણ પણ કરવામાં આવી રહ્યું છે. દેશને વધુ બે રાફેલ મળી ગયા છે, જે હવામાં જ રિફ્યુઅલ કરી શકે છે. હવે સેનાની જરૂરિયાતોને ભારતમાં જ પૂરી કરવામાં આવી રહી છે.

વડાપ્રધાન મોદીએ કહ્યું કે જ્યારે હું દિવાળી પર લોંગેવાલા ચોકી પર ગયો ત્યારે હું ઘણા અધિકારીઓને મળ્યો હતો. ૧૯૭૧ના યુદ્ધમાં તે ચોકી પર સૈનિકોએ નિર્ણાયક વિજય મેળવ્યો હતો, ત્યારબાદ પાકિસ્તાન સાથેના યુદ્ધ દરમિયાન પૂર્વ-પશ્ચિમની પોસ્ટ પર ભારતે પાકિસ્તાનને ધૂળ ચટાડતું કરી દીધું હતુ. તે યુદ્ધમાં મળેલી જીતને હવે ૫૦ વર્ષ પૂર્ણ થયા જઇ રહયા છે.

તેમણે કહ્યું કે તમારી બધાની ઈચ્છા હશે કે સંરક્ષણ દળનો ભાગ બનીએ. સરકાર તમારા માટે તકો વધારી રહી છે. તમારા માટે ઘણા અવસરો રાહ જાેઈ રહ્યા છે. હું મારી સામે જાેઈ રહ્યો છું અને આંકડા એ પણ દર્શાવે છે કે ગર્લ્સ કેડેટ્‌સમાં ૩૫%નો વધારો થયો છે. ભારતની બહાદુર પુત્રીઓ દુશ્મનને હરાવવા માટે મોરચા પર અડગ છે. હું તમારામાં ભાવિ અધિકારીઓને જાેઇ રહ્યો છું.

કાર્યક્ર્‌મ દરમિયાન જુદા-જુદા રાજયોની પરેડનું નિરીક્ષણ કર્યું હતું. તેમણે કેડેટ્‌સના સભ્યોનું સન્માન પણ કર્યું હતું. આ કાર્યક્ર્‌મમાં રક્ષા મંત્રી રાજનાથસિંહ, ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ બિપિન રાવત, ત્રણેય સેનાઓના પ્રમુખ પણ ઉપસ્થિત રહ્યા હતા.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/