fbpx
રાષ્ટ્રીય

હવે છેલ્લા ત્રણ વર્ષના રિટર્નનું જ એસેસમેન્ટ કરી શકાશે

નાણાં મંત્રી ર્નિમલા સીતારમણે નાણાંકીય વર્ષ ૨૦૨૧-૨૨ના સામાન્ય બજેટમાં આવકવેરા અંગે મોટી જાહેરાત કરી છે. તેમણે જાહેર કર્યું કે, હાલમાં આવકવેરા ખાતાની જાેગવાઈ પ્રમાણે છેલ્લાં છ વર્ષ સુધીનાં રીટર્ન એસેસમેન્ટ માટે ખોલી શકાય છે પણ નવી જાેગવાઈ પ્રમાણે હવે છેલ્લા ૩ વર્ષનાં રીટર્નનું જ એસેસમેન્ટ કરી શકાશે. તેના કારણે સામાન્ય કરદાતાને તકલીફ ઘટશે.
આ ઉપરાંત ૭૫ વર્ષ કરતાં વધારે વયના સીનિયર સિટિઝન્સને આવકવેરા રીટર્ન ભરવામાંથી મુક્તિ આપી છે. જાે કે આ લાભ એવા સીનિયર સિટિઝન્સને જ મળશે કે જેમને પેન્શન તથા વ્યાજની આવક હશે તેમને જ આ લાભ મળશે.

નાણાં મંત્રી ર્નિમલા સીતારમણે જણાવ્યું હતું કે, દેશ આઝાદીનાં ૭૫ વર્ષ ઉજવવા જઈ રહ્યું છે ત્યારે ૭૫ વર્ષ કરતાં વધારે વયના સીનિયર સિટિઝન્સને આ પ્રસંગે આવકવેરાની પ્રક્રિયામાંથી મુક્તિ આપવા આ ર્નિણય લેવાયો છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/