fbpx
રાષ્ટ્રીય

દુનિયા આખી સ્તબ્ધ, સુખોઈ, તેજસ, મિરાજે, ધ્રુવે કરી સિંહ ગર્જના બેંગ્લુરૂમાં રંગારંગ એર-શોઃ ભારતે વિશ્વને બતાડી હવાઇ તાકાત

અમેરિકાથી ૨૬ કલાકની ઉડાન ભરી ભારત પહોંચ્યુ મ્-૧મ્ લાંસર, કાર્યક્રમમાં સંરક્ષણ મંત્રી રાજનાથ અને લશ્કરના ત્રણેય વડાઓ ઉપસ્થિત

બેંગલુરૂમાં ૧૩માં એરો ઈન્ડિયા-૨૦૨૧ શોની આજથી શરૂઆત થઈ ગઈ છે. આ વખતનો એર શો ખુબ જ ખાસ છે. કારણ કે તેમાં ભારત પોતાની તાકત આખી દુનિયાને દેખાડવા જઈ રહ્યું છે. ભારતના ઘર આંગણે વિકસીત કરવામાં આવેલા તેજસ યુદ્ધ વિમાનથી લઈને અનેક સ્વદેશી હથિયારો આ એરશોમાં સિંહ ગર્જના કરી રહ્યાં છે.

એરશોમાં પહેલા જ દિવસે એચએએલ સાથે એરફોર્સના ૮૩ તેજસ યુદ્ધ વિમાનો ખરીદવાનો કરાર પણ થયો. આ ઉપરાંત સારંગ એરોબેટિક્સ હેલિકોપ્ટર ટીમ અને સૂર્યકિરણ ટીમે પહેલીવાર એક સાથે દમ દેખાડ્યો હતો.

કર્ણાટકની રાજધાની બેંગાલુરુ ખાતે આજથી એરો ઈન્ડિયા-૨૦૨૧ શોની શરૂઆત થઈ છે. વિશ્વમાં આર્ત્મનિભર ભારતની ઉડાન જાેવા મળી રહી છે. બહાદુરી સાથે સચોટ હુમલો, પરાક્રમ સાથે આક્રમકતા, અને સ્પીડ સાથે દુશ્મનો પર હુમલો. આ બધુ એક સાથે બેંગ્લુરુના આકાશમાં દેખાય છે. આ ૧૩મો એરો ઇન્ડિયા શૉ છે.

૫ ફેબ્રુઆરી સુધી ચાલનારા એશિયામાં આ સૌથી મોટો એરો-શોની શરૂઆત આર્ત્મનિભર રચનાથી થઈ. આ રચનામાં, ભારત તેના વિમાનોનું પ્રતિનિધિત્વ કરી રહ્યું છે, જે સ્વદેશી ટેકનીકથી બનાવવામાં આવ્યા છે. રશિયાની મદદથી ભારતમાં તૈયાર કરાયેલા સુખોઈ યુદ્ધ વિમાન પણ આકાશમાં ગર્જના કરાતા દેખાઈ રહ્યા છે.

એચએએલની ‘આર્ત્મનિભર ફોર્મેશન ફ્લાઈટ’માં સ્વદેશી યોદ્ધ વિમાન તેજસ સાથે ફિક્સ વિંગ અને રોટરી વિંગ એરક્રાફ્ટે ઉડાન ભરી હતી. તેમાં એચએએલએ બનાવેલા એલસીએ ટ્રેનર, એચટીટી-૪૦, આઈજેટી, એડવાંસ્ક હોક એમકે-૧૩૨ અને સિવિલ ડોંરિન્યર-૨૨૮ એરક્રાફ્ટે ઉડાન ભરી હતી. આ ઉપરાંત સુખો-૩૦એમકેઆઇ, એડવાંસ્ડ લાઈટ હેલિકોપ્ટર ધ્રુવ, લાઈટ કોમ્બેટ હેલિકોપ્ટર, લાઈટ યૂટિલિટી હેલિકોપ્ટરે પણ એરશોમાં પોતાની તાકાત દેખાડી હતી.
અમેરિકી બી-૧બી લાંસર એફક્રાફ્ટે પણ કાર્યક્રમમાં ભાગ લીધો હતો. આ વિમાને અમેરિકાના દક્ષિણ ડકોટાના એક એરબેઝથી ઉડાન બહ્રીને બેંગલુરૂ આવવામાં ૨૬ કલાકનો સમય લાગ્યો હતો.

એયર શો, દર બે વર્ષે એક વાર આયોજિત કરવામાં આવે છે. જેમાં રક્ષા ક્ષેત્રથી સંબંધિત દેશ-દુનિયાની ઘણી કંપનીઓ ભાગ લે છે. આ વર્ષે નવો રેકોર્ડ બન્યો છે. કારણ કે એયર શોમાં દેશ વિદેશની લગબગ ૬૦૦ કંપનીએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે. જેમાં ૧૪ દેશોની ૭૮ વિદેશી કંપની સામેલ છે. ૨૩૦ કંપનીઓ પોતાના હથિયારો અને બીજા સૈન્ય સામાનો વચ્ર્યુલી પ્રદર્શિત કરશે. એના માટે એમાં ‘હાઈબ્રીડ-મોડ’ પ્રદર્શનીનું નામ આપવામાં આવ્યું છે.

૮૩ તેજસ પ્લેનોની ડીલ પર લાગી મહોર, સરકારે સાઇન કર્યો ‘સૌથી મોટો’ રક્ષા સોદો
કેન્દ્ર સરકારે બુધવારે અંતે ૮૩ તેજસ લાઇટ કોમ્બેટ પ્લેનોની ડીલ પર હસ્તાક્ષર કરી દીધા છે. આ ઔપચારિક પ્રક્રિયા બેંગલુરુમાં આયોજિત એરો ઈન્ડિયા ૨૦૨૧ કાર્યક્રમ દરમિયાન હાથ ધરવામાં આવી. આ પ્લેનોનું નિર્માણ હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ કરશે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/