૬ ફેબ્રુઆરીના દિલ્હી- સરહદે ચક્કાજામનો કાર્યક્રમ નથી લડત ચાલુ રહેશે, સરકારના દબાણ સામે ઝુકીશું નહીંઃ ટિકૈતનો હુંકાર

ભારતીય કિસાન યુનિયનના નેતા રાકેશ ટિકૈતે ખેડૂત આંદોલનને લઈને હુંકાર કરતા જણાવ્યું કે, તેમનું દિલ્હીને ઘેરવાનું કોઈ આયોજન જ નથી. ખેડૂતોનું આંદોલન હજી નબળું પડ્યું નથી અને ખેડૂતો સરકારના દબાણને વશ થઈને ઝુકશે નહીં. આંદોલન વખતે ભાવુક થયેલા રાકેશ ટિકૈતે જણાવ્યું હતું કે, પોલીસ બળપૂર્વક પ્રદર્શન સ્થળ ખાલી કરાવવા માંગે છે. જાે કે પોલીસ પડદા પાછળ હતી પરંતુ તેમના ગુંડાઓ આગળ રહ્યા હતા. પોલીસ અમને ઉપાડી જાય તો વાંધો નથી પરંતુ તેમના ગુંડાઓ શા માટે આગળ આવી રહ્યા છે.
ટિકૈતે વધુમાં જણાવ્યું કે, ખેડૂતો અને પોલીસ જવાનો વચ્ચે ઘર્ષણ થયું તે ખોટું થયું. જાે સરકારે એમ વિચારતી હોય કે દબાણમાં આવીને ખેડૂત આંદોલન સમાપ્ત થઈ જશે તો તેવું બિલકુલ નહીં થાય. વાતચીત કરવાથી જ ઉકેલ મળી શકશે અને અમે અમારી માગણીઓ પર અડગ છીએ. દિલ્હીમાં ઘુસવાનું અમારું કોઈ આયોજન નથી.
૬ ફેબ્રુઆરીએ દિલ્હી-એનસીઆરમાં ચક્કાજામને લઈને ટિકૈતે જણાવ્યું કે, આવું કંઈજ કરાશે નહીં અને ખેડૂતો પોતાના પ્રદર્શના સ્થળે જ રસ્તો બંધ કરશે અને આ અંગે તંત્રને આવેદન સોંપશે. દિલ્હીની અંદર ખેડૂતોને પ્રવેશતા અટકાવવા માટે ગાઝીપુર સહિતની સરહદ પર રસ્તા પર નીચે ખીલ્લા પાથરી દેવાયા છે. તેમજ સિમેન્ટની કામચલાઉ દિવાલ અને બેરિકેડિંગના અનેક સ્તર ગોઠવી કિલ્લેબંધી કરી દેવામાં આવી છે. આ અંગે ટિકૈતે જણાવ્યું કે, દિલ્હીની અંદર પ્રવેશવાની તેમની કોઈ જ યોજના નથી.
Recent Comments