fbpx
રાષ્ટ્રીય

રામપુર જઈ રહેલા પ્રિયંકા ગાંધીના કાફલાને નડ્યો અકસ્માત, ચાર ગાડીઓ અથડાઈ

કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીના કાફલાને આજે હાપુડ રોડ પર અકસ્માત નડ્યો હતો. તેમના કાફ્લાની જ ચાર ગાડીઓ અંદરો અંડર અથડાઈ ગઈ હતી. આ અકસ્માતમાં કોઈને પણ ઈજા થઈ નથી. પ્રિયંકા ગાંધી પણ એકદમ સુરક્ષીત છે. આ ગથના ગંગા ટોલ પ્લાઝા નજીક ઘટી હતી. પ્રિયંકા ઉત્તર પ્રદેશના રામપુર જઈ રહ્યાં હતાં. રામપુરમાં તે ટ્રેક્ટર રેલીમાં માર્યા ગયેલા ખેડૂત નવરીત સિંહના પરિજનો સાથે મુલાકાત કરવાના હતાં. કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી આજે ગણતંત્ર દિવસે ખેડૂતોની ટ્રેક્ટર રેલી દરમિયાન જે ખેડૂતનું મોત થયું હતું તે નવરીત સિંહની અંતિમ અરદાસમાં સામેલ થવા માટે ઉત્તર પ્રદેશના રામપુર જઈ રહ્યા હતાં. અહીં તેઓ નવરીત સિંહના પરિજનો સાથે મુલાકાત કરશે.

પરંતુ ગઢમુક્તેશ્વરના રસ્તે ગજરૌલા થઈને રામપુર જઈ રહ્યાં હતાં ત્યારે એક ગાડીના ડ્રાઈવરે અચાનક બ્રેક લગાવી હતી અને પાછળ આવનારી ગાડીઓ પરસ્પર ટકરાઈ ગઈ. પ્રિયંકા ગાંધીના કાફલાની ચાર ગાડીઓ અંદરો અંદર જ અથડાઈ ગઈ હતી. જાેકે સદનસીબે કોઈને ઈજા થઈ નથી. પ્રિયંકા ગાંધી પણ સુરક્ષીત છે. ગાડીઓને થોડુ ઘણું નુંકશાન થયું છે. ૨૬ જાન્યુઆરીના રોજ ટ્રેક્ટર રેલી દરમિયાન આઈટીઓ પાસે પોલીસ બેરિકેડ તોડવાનો પ્રયાસ કરતા ટ્રેક્ટરે પલટી મારી હતી જેમાં નવરીત સિંહનું મોત થયું હતું.

ત્યારબાદ દુષ્પ્રચાર ફેલાવવામાં આવ્યો હતો કે યુવકનું મોત પોલીસ ફાયરિંગમાં થયું. જાે કે પાછળથી દિલ્હી પોલીસે એક વીડિયો બહાર પાડ્યો જેમાં જાેવા મળ્યું કે નવરિત સિંહનું મોત પૂરપાટ ઝડપે ટ્રેક્ટર પલટી ખાઈ જતા થયું હતું. રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી ટ્રેક્ટર રેલીમાં જીવ ગુમાવનારા ખેડૂતના ઘરે ઉત્તર પ્રદેશ જઈ રહ્યા છે પરંતુ બંનેએ હિંસામાં ઘાયલ થયા અનેક પોલીસકર્મીઓની મુલાકાત કરી નથી કે હાલચાલ પણ જાણ્યા નથી. અત્રે જણાવવાનું કે ખેડૂતોની ટ્રેક્ટર રેલી દરમિયાન થયેલી હિંસામાં ૩૦૦થી વધુ પોલીસકર્મી ઘાયલ થયા હતા.

Follow Me:

Related Posts