fbpx
રાષ્ટ્રીય

જમ્મુ-કાશ્મીરના રાજાૈરીમાં પાકિસ્તાની સેનાનું ફાયરિંગ, સેનાનો એક જવાન શહીદ

સરકારે સંસદમાં જણાવ્યું હતું કે ગત ૩ વર્ષમાં પાકિસ્તાન તરફથી બોર્ડર પર સૌથી વધુ ફાયરિંગ ૨૦૨૦માં કરવામાં આવ્યું.

પાકિસ્તાની સેનાએ બુધવારે લાઈન ઓફ કંટ્રોલ પર સીઝફાયરનું ઉલ્લંઘન કર્યુ. જમ્મુ-કાશ્મીરના રાજાૈરીમાં કરાયેલા ફાયરિંગમાં સેનાનો એક જવાન શહીદ થયાના અહેવાલો છે. અધિકારીઓનાં હવાલાથી ન્યુઝ એજન્સીએ બુધવારે મોડી રાત્રે આ અંગે જાણકારી આપી હતી. સેના સાથે સંકળાયેલા સૂત્રોએ જણાવ્યું હતું કે પાકિસ્તાને રાજાૈરી જિલ્લાના સુંદરબની સેક્ટરમાં મોર્ટારથી હુમલા કરવાની સાથે ફાયરિંગ કર્યુ હતું. તેમાં એક સિપાહી લક્ષ્મણ ગંભીર રીતે ઘાયલ થયો હતો. જેનું ત્યારબાદ મૃત્યુ થયું હતું. પાકિસ્તાન સતત ન્ર્ઝ્ર પર સીઝફાયર તોડી રહ્યું છે. તેનાથી સરહદી ગામોમાં રહેનારા હજારો લોકો જાેખમમાં જીવી રહ્યા છે. તેમના પશુ, સંપત્તિ અને ખેતીને નુકસાન થઈ રહ્યું છે. નવેમ્બરમાં પાકિસ્તાની સેનાના ફાયરિંગમાં બીએસએફ અને આર્મીના ૫ જવાન શહીદ થઈ ગયા હતા. ૬ નાગરિકોનાં પણ મોત થયા હતા.

ત્યારે સેનાએ જવાબી કાર્યવાહીમાં પાકિસ્તાની સેનાના ૩ કમાન્ડો સહિત ૧૧ જવાનોનો સફાયો કરી દેવાયો હતો. આ જ મહિનામાં જમ્મુ-કાશ્મીરના રાજાૈરી જિલ્લામાં પાકિસ્તાની ગોળીબારમાં ભારતીય સેનાના બે જવાનો શહીદ થયા હતા. તેના એક દિવસ અગાઉ પૂંચ જિલ્લાની કિરની, કસ્બા અને શાહપુર સેક્ટરોમાં ગોળીબારમાં મોર્ટાર હુમલામાં સેનાના સૂબેદાર શહીદ થયા હતા. ડિસેમ્બરમાં ભારતીય સેનાએ લાઈન ઓફ કંટ્રોલ પર જમ્મુ-કાશ્મીરમાં નૌશેરા સેક્ટરની પાસે બે પાકિસ્તાની સૈનિકોને ઠાર કરી દીધા હતા. પાકિસ્તાની સેનાએ ૧૮ જાન્યુઆરીએ જમ્મુ-કાશ્મીરના સુંદરબની સેક્ટરમાં સીઝફાયર તોડ્યું હતું. આ દરમિયાન ઘાયલ થયેલા નાયક નિશાંત શર્મા ૨૫ જાન્યુઆરીએ મૃત્યુ પામ્યા હતા. ૧૯ જાન્યુઆરીએ પૂંચની કૃષ્ણા ખીણ સેક્ટરમાં પાકિસ્તાની સેનાના ફાયરિંગમાં હવાલદાર ર્નિમલસિંહ ઘાયલ થયા હતા. ઈલાજ દરમિયાન તેમનું ૨૦ જાન્યુઆરીએ મોત થયું હતું. સેનાએ પાકિસ્તાન તરફથી થતા ફાયરિંગથી સામાન્ય લોકોને બચાવવાની પહેલ કરી છે. સેનાએ લોકોની સુવિધા માટે ખીણના આર એસ પુરા સેક્ટરને સ્પર્શતા ગામ શેખાચકમાં ‘ઓપરેશન સદભાવના’ અંતર્ગત કોંક્રિટનું કમ્યુનિટી બંકર બનાવ્યું છે, જેમાં એક સાથે લગભગ ૪૦-૫૦ લોકો આશરો લઈ શકે છે.

આ બંકર આધુનિક સુવિધાઓથી સજ્જ છે અને મોર્ટારના હુમલાને સહન કરી શકે છે. શેખાચક ગામ ભારત અને પાકિસ્તાનની આંતરરાષ્ટ્રીય સરહદને સ્પર્શે છે. આ બંકરમાં વીજળીની સુવિધા પણ છે જેથી લોકોને કોઈ પરેશાની ન થાય. હવે ગોળીબારની સ્થિતિમાં લોકો આ બંકરોમાં આશરો લઈને સુરક્ષિત રહી શકશે. સરકારે ૨ ફેબ્રુઆરીએ સંસદમાં જણાવ્યું હતું કે છેલ્લા ૩ વર્ષોમાં પાકિસ્તાન તરફથી બોર્ડર પર સૌથી વધુ ફાયરિંગ ૨૦૨૦માં કરાયું હતું. તેમાં ૨૨ નાગરિકોનાં મોત થયા અને ૭૧ ઘાયલ થયા હતા. આ દરમિયાન ૨૪ જવાનો શહીદ થયા અને ૧૨૬ ઘાયલ થયા હતા. ૨૦૧૯માં સીઝફાયરના ઉલ્લંઘનમાં ૧૮ લોકો માર્યા ગયા હતા અને ૧૨૭ ઘાયલ થયા હતા. આ દરમિયાન ૧૯ જવાનો શહીદ થયા અને ૧૨૨ જવાનો ઘાયલ થયા હતા. જ્યારે ૨૦૧૮માં ૨૧૪૦ વખત પાકિસ્તાને સંઘર્ષવિરામનો ભંગ કર્યો. તેમાં ૩૦ નાગરિકોનાં મોત થયા અને ૧૪૩ નાગરિકો ઘાયલ થયા. આ દરમિયાન ૨૯ જવાનો શહીદ થયા અને ૧૧૬ જવાનો ઘાયલ થયા હતા.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/