ખેડૂત આંદોલન મુદ્દે મારા પર લાગેલા આરોપો પાયાવિહોણાઃ રોબર્ટ વાડ્રા
ખેડૂત આંદોલનમાં આંતરરાષ્ટ્રીય ષડયંત્ર પર રોબર્ટ વાડ્રાએ કહ્યું મારા પર લગાવેલા આરોપ બેબૂનિયાદ છે. ખેડૂત આંદોલનને લઇને દેશમાં ઘમાસાણ જાેવા મળી રહ્યું છે. સ્વીડનની પર્યાવર એક્ટિવિસ્ટ ગ્રેટા થનબર્ગ પર હ્લૈંઇ દાખલ કરવામાં આવી છે. આ બધા વચ્ચે કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાના પતિ રોબર્ટ વાડ્રાએ ફેસબુક પર પોસ્ટ લખતા મોદી સરકારપર ગંભીર આરોપ લગાવ્યાં છે. રોબર્ટ વાડ્રાએ કહ્યું કે આંતરરાષ્ટ્રિય ઝુંબેશ માટે મને જવાબદાર ગણવામાં આવી રહ્યો છે, તે ખોટું છે.
રોબર્ટ વાડ્રાએ ફેસબુક પોસ્ટમાં લખ્યું છે કે ફરી થી મારા ઉપર ખોટો આરોપ લગાવામાં આવી રહ્યો છે, હવે મને બધા આંતરરાષ્ટ્રીય ટિ્વટ માટે દોષિત ગણવામાં આવી રહ્યો છે, ખેડૂતોનો જે સત્તા વિરુદ્ધના ગુસ્સા પ્રત્યે છે.
જ્યારે પણ દેશમાં સરકાર પોતાના ખોટા કામોતી ઘેરાઇ જાય છે ત્યારે વાસ્તવિક મુદ્દાથી હટાવીને મારા નામનો ઉપયોગ કરી રહ્યાં છે.
રોબર્ટ વાડ્રાએ લખ્યું છે કે મારા ઉપર એક આંખ કેમ રાખો છો, બંને આંખો મારા ઉપર રાખો. મને તેની ટેવ પડી ગઇ છે, પરંતુ આપણા દેશની જનતા બધુ જાણે છે, અને તે બધું સ્પષ્ટ રીતે જાણે છે. તેઓ કોઇપણ વિરોધની સામે એકજૂટ થશે.
Recent Comments