અમેરિકી પ્રતિબંધોનું જાેખમ છતાંય ભારત ખરીદી પર દ્રઢ રશિયા આ વર્ષે ભારતને આપશે ‘બ્રહ્માસ્ત્ર’ એસ-૪૦૦, ભારતીય સૈનિકોની ટ્રેનિંગ શરૂ
રશિયાએ જાહેરાત કરી છે કે તે આ વર્ષના અંત સુધીમાં ભારતને એસ -૪૦૦ મિસાઇલ ડિફેન્સ સિસ્ટમ સમયસર પહોંચાડશે. એસ -૪૦૦ મિસાઇલ એર ડિફેન્સ સિસ્ટમ બનાવનારી રશિયન કંપની રોસોબરોન એકસપોર્ટે જણાવ્યું હતું કે ભારત સાથેનો કરાર યોગ્ય સમયમાં પૂર્ણ થશે. અગાઉ રશિયન આર્મીના તકનીકી સહકાર મામલાના ડિરેક્ટર વ્લાદિમીર દ્રોઝઝોવે ખુલાસો કર્યો હતો કે ભારતીય સેનાના નિષ્ણાતોએ આ ‘બ્રહ્માસ્ત્ર’ ચલાવવા માટે ટ્રેનિંગ શરૂ કરી દીધી છે.
દ્રોઝઝોવે એમ પણ કહ્યું હતું કે આ સિસ્ટમ આ વર્ષના અંત સુધીમાં ભારતને આપવામાં આવશે. તેમણે કહ્યું, ‘ભારતીય નિષ્ણાતો રશિયા પહોંચી ગયા છે અને તેમણે એસ -૪૦૦ ચલાવવાની તાલીમ શરૂ કરી દીધી છે. ભારતે ૨૦૧૫માં રશિયા સાથે એસ -૪૦૦ ખરીદવાની તૈયારી દર્શાવી હતી અને ઓક્ટોબર ૨૦૧૮માં રશિયન રાષ્ટ્રપ્રમુખ વ્લાદિમીર પુતિનની ભારત મુલાકાત દરમિયાન આ કરાર પર હસ્તાક્ષર થયા હતા.
જણાવી દઈએ કે રશિયાને પોતાનો દુશ્મન નંબર વન ગણાવનારા અમેરિકન રાષ્ટ્રપ્રમુખ જાે બાઇડન એસ -૪૦૦ ડીલ પર ભારતને મોટો ઝટકો આપી શકે છે. રશિયા પાસેથી અત્યાધુનિક એસ -૪૦૦ મિસાઇલ ડિફેન્સ સિસ્ટમ ખરીદવાના ર્નિણય પર ભારત દ્રઢ છે, પરંતુ યુએસ આ સોદાનો સખત વિરોધ કરી રહ્યું છે. એટલું જ નહીં, હવે એવો ભય પણ છે કે બાઇડન તુર્કીની જેમ ભારત પર પણ કડક પ્રતિબંધ લગાવી શકે. એસ -૪૦૦ મિસાઇલ ડિફેન્સ સિસ્ટમ હવે મોદી સરકાર અને બાઇડન પ્રશાસન વચ્ચેની મિત્રતામાં મોટો ‘કાંટો’ બની ગયો છે.
ભારત રશિયા પાસેથી ૫.૪ અબજ ડોલરમાં એસ -૪૦૦ મિસાઇલ ડિફેન્સ સિસ્ટમ લઈ રહ્યું છે. એટલું જ નહીં, ભારત રશિયાના શસ્ત્રોનો મોટો ગ્રાહક છે. ભારતે અમેરિકાની ઓફર નકારીને રશિયન સિસ્ટમ પર દાવ લગાડ્યો છે. ચીન અને પાકિસ્તાન તરફથી મળેલી ધમકીને ધ્યાનમાં રાખીને ભારતે તેની સુરક્ષા જરૂરિયાતો પૂરી કરવા માટે આ કર્યું છે. તાજેતરમાં જ ચીને ભારતીય સીમા પર એસ -૪૦૦ મિસાઇલ ડિફેન્સ સિસ્ટમ પણ ગોઠવી હતી. આને કારણે, ભારતને આ સિસ્ટમની વધુ જરૂર છે.
Recent Comments