fbpx
રાષ્ટ્રીય

દિલ્હી હાઇકોર્ટનો મહત્વનો ચુકાદો ઘરેલુ હિંસાને ઢાલ બનાવી સાસરીયાઓ પર આરોપ-પ્રત્યારોપનું ચલણ ન્યાયસંગત નથી

કેટલીક વાર સામાન્ય બાબતોમાં ઘરેલુ હિંસાનો કેસ કરવામાં આવતો હોય છે. ઘરેલુ હિંસાને ઢાલ બનાવી ફરિયાદો થતી હોય છે ત્યારે ઘરેલુ હિંસા સાથે સંકળાયેલ આવો જ એક કેસ ફગાવી દિલ્હીની અદાલતે મહત્વનો ફેંસલો આપી કહ્યું હતું કે ઘરેલુ હિંસાને ઢાલ બનાવી સાસરીયાઓ પર આરોપ-પ્રત્યારોપનું ચલણ ન્યાયસંગત નથી, ખાસ કરીને જયારે ઘટના બે દાયકાથી પણ વધુ જુની હોય. ફરીયાદીને તેની સીમાની જાણ હોવી જાેઈએ.

આ અંગેની વિગત એવી છે કે એક મહિલાએ સાસુ-સસરા સામે ઘરેલુ હિંસાની ફરીયાદ દાખલ કરી હતી. જેની સુનાવણી કરતા સાકેત સ્થિત વિશેષ સત્ર ન્યાયાધીશ અનુજ અગ્રવાલની કોર્ટે જણાવ્યું હતું કે ફરિયાદીએ ૨૦૧૯ માં આરોપ લગાવ્યો, જયારે ઘટના ૧૯૯૫-૧૯૯૯ દરમ્યાન બની હતી ત્યાં સુધી મહિલાને સાસુ-સસરા સામે કોઈ ફરિયાદ નહોતી, તેમ છતાં તે સાસુ-સસરાને કોર્ટ સુધી ઘસડી લાવી. જજે જણાવ્યું હતું કે મેટ્રો પોલિટીન મેજીસ્ટ્રેટે ફરિયાદી મહિલાના સાસુ-સસરાને જ રાહત આપી હતી તે ન્યાયોચિત છે. તેમાં કોઈ ખામી નથી. ફરિયાદીનું કહેવુ છે કે તેના પતિના કોઈ અન્ય મહિલા સાથે અધધ સંબંઘ હતા તેની જાણકારી મહિલાની સાસુને હતી પણ તેણે વાંધો નહોતો ઉઠાવ્યો. આ બારામાં પતિ પર કેસ થઈ શકે છે પણ સાસુ પર ઘરેલુ હિંસાનો કાયદો લાગુ નથી થતો.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/