fbpx
રાષ્ટ્રીય

ટ્રેક્ટર રેલી હિંસામાં વધુ એક આરોપી ઇકબાલ સિંહની દિલ્હી પોલીસે ધરપકડ કરી

દિલ્હીમાં ૨૬ જાન્યુઆરીના રોજ થયેલી હિંસા બાદ ધરપકડોનો દોર શરૂ થઈ ગયો છે. લાલ કિલ્લા ખાતે બનેલી ઘટનાના મુખ્ય ઉપદ્રવી દીપ સિદ્ધૂની ધરપકડ બાદ હવે ઈકબાલ સિંહની પણ પંજાબના હોશિયારપુરથી ધરપકડ કરાઈ છે. ઈકબાલ સિંહ પર ૫૦, ૦૦૦ રૂપિયાનું ઈનામ જાહેર કરવામાં આવ્યું હતું. ઈકબાલ સિંહ પર લાલ કિલ્લા પર લોકોને ઉશ્કેરવાનો અને ઉપદ્રવ કરવાનો આરોપ છે.

ગત ૨૬મી જાન્યુઆરીએ દિલ્હીમાં ખેડૂતોની કૃષિ કાયદાના વિરોધમાં યોજાયેલી ટ્રેક્ટર પરેડ દરમિયાન લાલ કિલ્લા પર કેટલાક શખ્સોએ ધાર્મિક ધ્વજ ફરકાવી દીધો હતો. આ સમગ્ર ઘટનાના આરોપી પંજાબી એક્ટર અને અગાઉ ભાજપના નેતાઓ સાથે ઘરોબો ધરાવતા દીપ સિદ્ધૂની દિલ્હી પોલીસ દ્વારા ધરપકડ કરી લેવામાં આવી હતી. દીપ સિદ્ધૂ પર એક લાખ રૂપિયાનું ઇનામ હતું અને તે ઘણા દિવસોથી છુપાઇને રહેતો હતો. એટલું જ નહીં તેના વીડિયો પણ વિદેશથી ફેસબુક પર અપલોડ કરાવતો હતો.

લાલ કિલ્લા પર જે ઘટના બની તેના વીડિયો સામે આવ્યા હતા, જેમાં દીપ સિદ્ધૂને તેના સમર્થકો સાથે આ ટોળામાં જાેવામાં આવ્યો હતો. તેણે આ ધાર્મિક ધ્વજ ફરકાવવા મુદ્દે પોતાનો બચાવ પણ કર્યો હતો અને બે દિવસમાં પોલીસ સમક્ષ હાજર થવાનો દાવો કર્યો હતો પણ તેમ ન કર્યું. જેને પગલે પોલીસે શોધખોળ કરતા આખરે દીપ સિદ્ધુને કર્નાલ બાયપાસ પાસેથી પકડી લેવામાં આવ્યો હતો.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/