fbpx
રાષ્ટ્રીય

કોઇ પણ તપાસ સામગ્રીને મિડિયામાં લીક ન કરવા હાકલ ટૂલકિટ કેસઃ આરોપી દિશા રવિએ દિલ્હી હાઇકોર્ટનો દરવાજાે ખખડાવ્યો

કૃષિ કાયદાના વિરોધમાં ચાલી રહેલ ખેડૂત આંદોલન વચ્ચે ટૂલકિટ મામલે તૂલ પકડી લીધુ છે. ખેડૂત આંદોલનને ગ્લોબલ સ્તર સુધી ફેલાવવા માટે બનાવવામાં આવેલ ટૂલકિટ કેસમાં આરોપી દિશા રવિએ હવે દિલ્લી હાઈકોર્ટનો દરવાજાે ખખડાવ્યો છે. દિશા રવિએ ગુરુવારે એક અરજી દાખલ કરીને કોર્ટને દિલ્લી પોલિસને એ નિર્દેશ આપવાની અપીલ કરી છે કે તે અંગત ચેટ, સંચારની કથિત સામગ્રી સહિત કોઈ પણ તપાસ સામગ્રીને મીડિયામાં લીક ન કરે.
ઉલ્લેખનીય છે કે દિલ્લી પોલિસ ૨૬ જાન્યુઆરી, ગણતંત્ર દિવસે થયેલી હિંસાની તપાસ કરી રહી છે. આ મામલા સાથે સંબંધિત એક સીનિયર પોલિસ અધિકારીએ કહ્યુ કે ટૂલકિટ મામલો લીક થવાથી હિંસાની પાછળ ઈન્ટરનેશનલ ષડયંત્રના ચોંકાવનારા પુરાવા મળ્યા છે. આ કેસમાં ઘણા મોટા નામ પણ સામે આવી રહ્યા છે. ટૂલકિટ ભૂલથી લીક ન થઈ હોત તો ભારત સામે આંતરરાષ્ટ્રીય ષડયંત્રની તપાસ અમારા માટે પડકાર સાબિત થઈ જાત. અધિકારીના જણાવ્યા મુજબ ટૂલકિટ તપાસમાં જાણવા મળ્યુ છે કે આનુ કનેક્શન ટિ્‌વટર, ટૂલકિટ અને ટેલીગ્રામથી થઈને ખાલિસ્તાન અને હવે પાકિસ્તાન સુધી પહોંચી ગયુ છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/