fbpx
રાષ્ટ્રીય

ધોલેરામાં ઇન્ટરનેશનલ એરપોર્ટ માટે ૯૮૭ કરોડનું ટેન્ડર પડાયું બહાર

એરપોર્ટ ઓથોરીટી ઓફ ઇન્ડીયાએ ગુરુવારે ધોલેરા ઇન્ટરનેશનલ એરપોર્ટની કામગીરી માટે ૯૮૭ કરોડ રૂપિયાનું ટેન્ડર બહાર પાડ્યું છે. વિશ્વભરની કન્સ્ટ્રક્શન એજન્સીઓ આ એરપોર્ટ નિર્માણના કાર્ય માટે બીડ કરી શકશે. આ એરપોર્ટના મુખ્ય બિલ્ડિંગ ઉપરાંત અન્ય સુવિધાઓ તેમજ સાડા ત્રણ કિલોમીટર લાંબો રન-વે બનાવવા માટેનું કામ આ ટેન્ડરમાં શામેલ છે. આ એરપોર્ટ સાથે કેટેગરી-૯નું ફાયર સ્ટેશન, ૪ઇ પ્રકારના એરક્રાફ્ટનું લેન્ડિંગ તથા ઉડ્ડયન થઇ શકે તેવી ક્ષમતાની સુવિધા તથા કાર્ગો તેમજ પેસેન્જરના ટ્રાન્સપોર્ટની તમામ સગવડો ધરાવતું હશે. ધોલેરા સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રીજિયન તથા સિટીને સંલગ્ન આ એરપોર્ટ વિશ્વકક્ષાના એરપોર્ટની તુલના કરી શકે તેવું હશે.

ઉદ્યોગ વિભાગના અધિક મુખ્ય સચિવ મનોજ કુમાર દાસે જણાવ્યું કે, આ એરપોર્ટને કારણે ધોલેરા તથા સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રીજિયન માટેની ઘણી જરૂરિયાતો પૂરી પાડનારું હશે. આ એરપોર્ટને કારણે અમદાવાદના એરપોર્ટ પરનું ભારણ ઘટશે તથા એરપોર્ટ આધારિત અર્થતંત્રને તેના કારણે વેગ મળશે. ગુજરાતમાં આવનારા સમયમાં એરોસ્પેસ ઇકોસિસ્ટમને આ એરપોર્ટથી વેગ મળશે. ધોલેરા એસઆઇઆરના એમડી હારિત શુક્લાએ જણાવ્યું કે આ ગુજરાતનું સૌથી મોટું એરપોર્ટ બની રહેશે .

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/