fbpx
રાષ્ટ્રીય

પેટ્રોલ-ડીઝલના ભાવો ઘટી શકે છેઃ આખરે મોદી સરકાર ટેક્સ ઘટાડવા તૈયાર

સમગ્ર દેશના નાગરિકોને ટુંકમાં પેટ્રોલ-ડીઝલના ભાવોમાં રાહત મળી શકે છે. કમરતોડ બોજ નાંખ્યા બાદ આખરે મોદી સરકાર પેટ્રોલિયમ પેદાશો પરનો ટેક્સ ઘટાડવા તૈયાર થઇ છે. રિઝર્વ બેન્કના ગવર્નર શક્તિકાંત દાસે સરકારને ટેકસમાં કાપ મૂકવાનું સુચન કર્યું. પછી નાણામંત્રાલય આ અંગે વિચાર કરી રહ્યું છે.

મંત્રાલયના સૂત્રોને ટાંકીને આ અહેવાલ આપ્યા છે. જે મુજબ કેન્દ્ર સરકાર પેટ્રોલ-ડીઝલ પર એક્સાઇઝ ડ્યૂટી ઘટાડવાની તૈયારી કરી રહી છે. પેટ્રોલ-ડીઝલના ભાવવધારાને કારણે વિપક્ષ સહિત ચારેબાજુથી સરકાર પર ટીકાનો મારો થઇ રહ્યો છે.
રિપોર્ટ મુજબ નાણામંત્રાલયે રાજ્ય સરકારો, ઓઇલ કંપનીઓ અને પેટ્રોલિયમ મંત્રાલયની સાથે મંત્રણા શરુ કરી છે. તેમાં ગ્રાહકોને રાહત આપવાની સાથે સરકારની તિજાેરી પર બોજ પણ ન પડે તે અંગે માર્ગ શોધવામાં આવી રહ્યો છે.

મંત્રાલયના સૂત્રોએ જણાવ્યું કે પેટ્રોલ-ડીઝલના ભાવો કઇ રીતે સ્થિર રાખવામાં આવે તે અંગે વિચાર કરવામાં આવી રહ્યો છે. તેના માટે માર્ચના મધ્ય સુધી સરકાર કોઇ ર્નિણય લઇ શકે છે. સરકાર ટેક્સમાં કાપ મૂકતા પહેલાં આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડના ભાવો સ્થિર થવાની રાહ જાેઇ રહી છે. જેથી ભાવિષ્યમાં ટેક્સમાં વધારો કરવાની જરુર ન પડે. દરમિયાન નાણામંત્રી ર્નિમલા સીતારમણે કહ્યું કે ટેક્સ અને રાજ્ય સરકારોએ મળીને કોઇ પગલાં લેવા પડશે.

રિઝર્વ બેન્કના ગવર્નર શક્તિકાંત દાસે પણ કહ્યું છે કે સરકારોએ ટેક્સમાં કાપ મૂકવો જાેઇએ. અત્યારે પેટ્રોલ-ડીઝલની કિંમતોમાં ટેક્સનો હિસ્સો બહુ મોટો છે. પેટ્રોલના ભાવમાં આશરે ૬૦ ટકા ટેક્સ છે. તેથી ૩૬ રુપિયામાં આવતું પેટ્રોલ ટેક્સને કારણે ૯૦ રુપિયાની આસપાસ થઇ ગયું છે. એટલે કે આશરે ૫૦- ૫૫ રૂપિયા ટેક્સ લાગી રહ્યો છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/