fbpx
રાષ્ટ્રીય

વડાપ્રધાન મોદીની દાઢી મામલે શશિ થરૂર-વી મુરલીધરન આમને-સામને

કોંગ્રેસના નેતા શશિ થરૂર અને કેન્દ્રીય મંત્રી વી. મુરલીધરન પીએમની દાઢી મુદ્દે એક બીજા સાથે બાખડી પડ્યાં હતાં. શશિ થરૂરે પીએમ મોદીની દાઢીને લઈને ટિ્‌વટ કર્યુ હતું. થરૂરે પીએમ મોદીની દાઢી વાળા ૫ ફોટા શેર કર્યા હતાં.

પ્રધાનમંત્રીના આ દાઢીવાળા આ પાંચેય ફોટા જુદી જુદી સાઈઝના હતાં. ગ્રાફિક્સમાં દર્શાવવામાં આવ્યું હતું કે, વર્ષ ૨૦૧૭-૧૮ના ચોથા ત્રિમાસીક ગાળામાં ભારતની જીડીપી ૮.૧ ટકા હતી, જે ૨૦૧૯-૨૦ની બીજા ત્રિમાસીક ગાળામાં ઘટીને ૪.૫ ટકા રહી ગઈ હતી. આ ટિ્‌વટની સાથે જ તેમણે લખ્યું હતું કે, આને કહેવાય ગ્રાફિક્સ ઈલેસ્ટ્રેશનનો મતલબ.

શશી થરૂરના આ ટિ્‌વટનો જવાબ આપતા કેન્દ્રીય મંત્રી વી મુરલીધરને આકરી ટીકા કરી હતી. મુરલીધરને ટિ્‌વટ કરી કહ્યું હતું કે, ‘જલદી સાજા થઈ જાવ શશિ થરૂર. હું આયુષ્યમાન ભારત અંતર્ગત હોસ્પિટલમાં તમારી વ્યવસ્થા કરાવી દઈશ. તમારી બીમારીમાંથી જલદી સાજા થઈ જાવ’.

જવાબમાં થરૂરે કહ્યું હતું કે, હું આશ્વસ્ત છું કે મારી જે બિમારી છે તેની સારવાર સંભવ છે પણ તમારા જ એવા સંઘિઓમાં હાસ્ય બોધ ના હોવો એક જુની બિમારી છે. થરૂરે ઉમેર્યું હતું કે, આ માટે આયુષ્યમાન ભારત અંતર્ગત સારવાર કરાવવાની જાેઈ જરૂર નથી.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/