fbpx
રાષ્ટ્રીય

દેશમાં કોરોનાએ માથુ ઉચક્યુઃ છેલ્લા ૨૪ કલાકમાં ૧૮ હજારથી વધુ પોઝિટિવ કેસ નોંધાયા

દેશમાં કોરોના વાયરસનાં દૈનિક કેસો ફરી એકવાર ઝડપથી વધી રહ્યા છે. શનિવારે કેન્દ્રીય આરોગ્ય અને કુટુંબ કલ્યાણ મંત્રાલયે આ આંકડા જાહેર કરતાં કહ્યું કે છેલ્લા એક દિવસમાં દેશના વિવિધ રાજ્યોમાં કોરોના વાયરસના કુલ ૧૮,૩૨૭ નવા કેસ નોંધાયા છે.

આ સમાન સમયગાળા દરમિયાન ૧૦૮ દર્દીઓ મૃત્યુ પામ્યા અને ૧૪૨૩૪ લોકો ઠીક થયા છે. નવા દર્દીઓ મળ્યા બાદ દેશમાં કોરોના વાયરસનાં કેસો વધીને ૧,૧૧,૯૨,૦૮૮ પર પહોંચી ગયા છે. વળી, કુલ ૧,૦૮,૫૪,૧૨૮ દર્દીઓની રિકવરી બાદ દેશમાં હવે ૧,૮૦,૩૦૪ સક્રિય કેસ રહ્યા છે. નોંધપાત્ર વાત એ છે કે દેશમાં હાલમાં કોરોના વાયરસ રસીકરણ અભિયાનનો બીજાે તબક્કો ચાલી રહ્યો છે, જેમાં અત્યાર સુધીમાં ૧,૯૪,૯૭,૭૦૪ લોકોને રસી આપવામાં આવી છે. બીજા તબક્કા અંતર્ગત, જે લોકોની ઉંમર ૬૦ વર્ષથી વધુ છે તેમને કોરોના વાયરસની રસી આપવામાં આવી રહી છે. આ સિવાય ૪૫ વર્ષથી વધુ ઉંમરનાં લોકો પણ ગંભીર રોગોથી પીડિતને કોરોના વાયરસની રસી અપાવવામાં આવી રહી છે.

બીજા તબક્કાનાં રસીકરણ અભિયાનમાં પીએમ મોદી, આરોગ્ય પ્રધાન ડૉ.હર્ષ વર્ધન, ગૃહમંત્રી અમિત શાહ, સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ, દિલ્હીનાં સીએમ અરવિંદ કેજરીવાલ, એલજી અનિલ બૈજલ અને એઈમ્સનાં ડિરેક્ટર ડૉ.રણદીપ ગુલેરિયા સહિત ઘણા લોકોને રસી અપાઇ છે. આપને જણાવી દઈએ કે, છેલ્લા કેટલાક દિવસોમાં મહારાષ્ટ્રમાં સૌથી વધુ કોરોના વાયરસનાં કેસો નોંધાયા છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/