fbpx
રાષ્ટ્રીય

સાંસદ મોહન ડેલકર હત્યાની તપાસ માટે મહારાષ્ટ્ર સરકારે એસઆઇટીની રચના કરી

સાંસદ મોહન ડેલકરની સ્યુસાઈડ નોટમાં દાદરા અને નગર હવેલીના પ્રશાસક પ્રફુલ્લ ખોડા પટેલ તથા ભાજપના બીજા નેતાઓના નામ સામે આવતા ખળખળાટ મચ્યો છે.

મહારાષ્ટ્રના ગૃહમંત્રી અનિલ દેશમુખે વિધાનસભામાં જણાવ્યું કે મોહન ડેલકરે તેમની સ્યુસાઈડ નોટમાં જણાવ્યું હતું કે તેઓ મુંબઈમાં આપઘાત કરી રહ્યાં છે કારણ કે તેમને લાગતું હતું કે ફક્ત મહારાષ્ટ્ર સરકાર તેમને ન્યાય અપાવી શકશે.
મહારાષ્ટ્રના ગૃહમંત્રી અનિલ દેશમુખે દાદરા નગર હવેલીના સાંસદ મોહન ડેલકરના મોત કેસની તપાસ સીટ પાસે કરાવવાની જાહેરાત કરી છે. મોહન ડેલકરે સ્યુસાઈડ નોટમાં ઘણા ભાજપ નેતાઓ અને પ્રશાસક પ્રફુલ્લ પટેલના નામનો ઉલ્લેખ કર્યો છે.

મહારાષ્ટ્રના ગૃહમંત્રી અનિલ દેશમુખના જણાવ્યાનુસાર મોહન ડેલકરે તેમની આપઘાતની નોટમાં લખ્યું હતું કે દાદરા નગર હવેલીના પ્રશાસક પ્રફુલ્લ પટેલ તેમની પારાવાર હેરાનગતિ કરી રહ્યાં છે અને તેઓ તેમને દબાણ કરી રહ્યાં છે.ડેલકરે કહ્યું હતું કે મને પ્રફુલ્લ પટેલ તરફથી સતત ધમકીઓ મળી રહી હતી. પ્રફુલ્લ પટેલ મને જાનથી મારી નાખવાની પણ ધમકી આપી રહ્યાં હતા. ડેલકરની પત્ની અને પુત્રે પણ આ ચિંતા વ્યક્ત કરતો પત્ર લખ્યો હતો.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/