છેલ્લા ૧૬ દિવસમાં પેટ્રોલ ૪.૭૪ અને ડીઝલ ૪.૫૨ રૂપિયા મોંઘુ થયું

ક્રૂડ તેલના ભાવમાં અત્યારે કોઇ રાહતના સંકેત દેખાતા નથી. વાત એમ છે કે તેલ ઉત્પાદક દેશોના સંગઠન હાલ તેલ ઉત્પાદન પર કંઇક વધુ જ નિયંત્રણ કરી રહ્યા છે. ફેબ્રુઆરી મહિના દરમ્યાન સાઉદી અરબના નેતૃત્વમાં સંગઠન સાથે જાેડાયેલા દેશોએ ક્રૂડ તેલનું ઉત્પાદન દરરોજ ૬.૫ લાખ બેરલનો ઘટાડો કર્યો હતો. આ જ કારણ છે કે આ સપ્તાહે દરરોજ ક્રૂડના ભાવમાં તેજી જાેવા મળી રહી છે. જાે કે સપ્તાહાંતમાં તેમાં મામૂલી ઘટાડો જાેવા મળ્યો. બીજીબાજુ સ્થાનિક બજારમાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં આજે સતત ૧૪મા દિવસે પણ કોઇ ફેરફાર થયો નથી. શનિવારના રોજ દિલ્હી બજારમાં પેટ્રોલ ૯૧.૧૭ અને ડીઝલ ૮૧.૪૭ રૂપિયા લીટર પર સ્થિર રહ્યા. અત્યારે લગભગ દરેક શહેરમાં બંને ઇંધણના ભાવ ઓલ ટાઇમ હાઇ પર ચાલી રહ્યો છે.
ભારતમાં તો એમ પણ કહેવાય છે કે સરકારી તેલ કંપનીઓ પેટ્રોલ-ડીઝલના ભાવ નક્કી કરવા માટે સ્વતંત્ર છે. પરંતુ તેમના કામકાજમાં એવું દેખાતું નથી. કારણ કે જ્યારે-જ્યારે ચૂંટણીની મોસમ આવે છે ત્યારે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ તેલ મોંઘું હોવા છતાંય પેટ્રોલ અને ડીઝલના ભાવ સ્થાનિક બજારમાં સ્થિર રહે છે. ચૂંટણી પૂરી થતાં જ પાછા ભાવ વધવા લાગે છે. ગયા ઑક્ટોબર-નવેમ્બર દરમ્યાન જ્યારે બિહારમાં વિધાનસભા ચૂંટણી થઇ રહી હતી ત્યારે સતત ૪૮ દિવસ સુધી ભાવમાં કોઇ ફેરફાર થયો નહોતો. ત્યારબાદ લગભગ દરરોજ ભાવ વધ્યા. અત્યારે પશ્ચિમ બંગાળ સહિત પાંચ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણીની પ્રક્રિયા ચાલી રહી છે.
અત્યારે ભલે પેટ્રોલના ભાવમાં શાંતિ હોય પરંતુ ગયા ફેબ્રુઆરી મહિના દરમ્યાન પેટ્રોલના ભાવમાં ૧૬ દિવસ વધારો થયો છે. તેથી ૪.૭૪ રૂપિયા મોંધુ થયું છે. જ્યારે ૧૬ દિવસમાં ડીઝલના ભાવ ૪.૫૨ રૂપિયા વધ્યા છે.
Recent Comments