fbpx
રાષ્ટ્રીય

દેશભરમાં ડ્રોન ઉડાડવા લાઈસન્સ અને તાલીમ ફરજીયાત, લાઈસન્સ વગર ઉપયોગ બનશે ગુનો

દેશભરમાં ૨૫૦ ગ્રામથી વધારે વજનના ડ્રોન ઉડાડવા માટે લાઈસન્સ અને તાલીમ ફરજીયાત કરવામાં આવ્યા છે. તાલીમ અને લાઈસન્સ વગર ડ્રોન ઉડાડવાના સંજાેગોમાં રૂપિયા ૨૫ હજાર સુધીનો દંડ થઈ શકે છે. રિમોટ પાયલટ લાઈસન્સ માટે લઘુત્તમ ૧૮ વર્ષની ઉંમર, ધોરણ દસ સુધીનો અભ્યાસ, તબીબી રીતે ફીટ હોવા ઉપરાંત સરકારી પરીક્ષા પણ પાસ કરવી જરૂરી બનશે.

કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રાલયે ડ્રોન તૈયાર કરવા, વેચાણ-ખરીદી, ઓપરેશનને લગતા નિયમોને લગતા નિયમો જાહેર કર્યા છે. આ નિયમોને માનવરહિત વિમાન પ્રણાલી નિયમ,૨૦૨૧ નામ આપવામાં આવ્યું છે. આ નિયમો અંતર્ગત હવે ડ્રોન્સ નિર્માણ, ઓપરેશન, આયાત, નિકાસ, ટ્રાન્સફર અને કારોબાર માટે સરકાર પાસેથી અગાઉથી મંજૂરી મેળવવી ફરજિયાત રહેશે.

ડ્રોન્સને નિયંત્રિત કરવા અને મોનિટરિંગની જવાબદારી ડ્ઢય્ઝ્રછની રહેશે. વજનની દ્રષ્ટિએ ડ્રોનને નેનો, માઈક્રો, સ્મોલ, મીડિયમ તથા લાર્જ શ્રેણીમાં વિભાજીત કરવામાં આવ્યા છે. નેનો ડ્રોન ઉપરાંત તમામ ડ્રોન્સને ઓપરેટ કરવા માટે મંજૂરી, લાઈસન્સ અને વીમો લેવો જરૂરી બનાવવામાં આવ્યો છે. દેશમાં અગાઉથી રહેલા તમામ ડ્રોન્સને હવે ઉડાડતા પહેલા નવા માપદંડોનું પાલન કરવાનું રહેશે. દુર્ઘટનાના સંજાેગોમાં મોટર વ્હિકલ અધિનિયમના આધારે નુકસાનની ચુકવણી કરવાના પણ નવા નિયમોમાં જાેગવાઈ કરવામાં આવી છે.

નવા નિયમોમાં લાઈસન્સ વગર ડ્રોન ઉડાડવા, હથિયારો અને જાેખમી સામગ્રીઓ લઈ જવા, પ્રતિબંધિત વિસ્તારોમાં ઉડાડવા અને ફોટોગ્રાફીને દંડનીય ગુનો બનાવવામાં આવ્યો છે. એરપોટ્‌ર્સ, સૈન્ય સંસ્થાઓની નજીક તથા આંતરરાષ્ટ્રીય સીમાઓમાં ૨૫ કિલોમીટર સુધી ડ્રોન ઉડાડવાને પ્રતિબંધિત કરવામાં આવ્યું છે. રાજ્યોના સચિવાલયો, વિધાનસભા તથા સંરક્ષણ સંસ્થાઓની નજીક પણ ડ્રોન ઉડાડવાની પરવાનગી નહીં હોય.

એરક્રાફ્ટની માફક જ હવે ડ્રોનની દરેક ફ્લાઈટ માટે મંજૂરી મેળવવી જરૂરી છે. આ માટે ડ્ઢય્ઝ્રછને ઓનલાઈન અરજી કરવાની રહેશે. નેનો ઉપરાંત દરેક ડ્રોનની ફ્લાઈટ માટે ઓનલાઈન પરવાનગી મેળવવી પડસે. નેનો ડ્રોન ઉપરાંત બંધ સંકુલોમાં કોઈ પણ વ્યક્તિ ડ્રોન ઉડાડી શકશે નહીં. માનવ રહિત વિમાનોના રિસર્ચ સાથે જાેડાયેલી સંસ્થાઓએ પણ મંજૂરી મેળવવી પડશે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/