fbpx
રાષ્ટ્રીય

કોરોના રિટર્નઃ મહારાષ્ટ્રમાં રેસ્ટોરન્ટ-હોટેલ બંધ, પંજાબમાં પરીક્ષાઓ રદ્દ,રેસ્ટોરન્ટ,હોટેલ,મલ્ટીપ્લેક્સ ૫૦ ટકા ક્ષમતા સાથે શરુ થશે, મોલની અંતર માસ્ક,સોશિયલ ડિસ્ટન્સ ફરજિયાત

મહારાષ્ટ્રમાં કોરોના વાયરસો કહેર સતત વધી રહ્યો છે. કોરોનાના દરરોજના આંકડાઓ ચિંતામાં વધરો કરી રહ્યા છે. જેને લઇને મહારાષ્ટ્ર સરકાર ફરીથી પ્રતિબંધો લગાવી રહી છે. નાગપુરમાં લોકડાઉન લાગુ થયું છે તો અનેક જિલ્લામાં નાઇટ કફ્ર્યુ લગાવવામાં આવ્યો છે. આ બધા વચ્ચે મહારાષ્ટ્ર સરકારે કોરોનાને રોકવા માટે નવી ગાઇડલાઇન જાહેર કરી છે.

જેની અંદર કહેવામાં આવ્યું છે કે રાજ્યમાં હવે રેસ્ટોરન્ટ, હોટેલ, મલ્ટીપ્લેક્સ ૫૦ ટકા ક્ષમતા સાથે શરુ રહેશે. આ સિવાય મોલની અંદર તમામ લોકોએ માસ્ક પહેરવું અને સોશિયલ ડિસ્ટન્સ જાળવવુ પડશે. નિયમોનું પાલન કરાવવા માટે મોલની અંદર વધારે કર્મચારીઓને તહેનાત કરવાના રહેશે.
આ સિવાય આ નવી ગાઇડલાઇનમાં સરકારે કન્ટેન્ટમેન્ટ ઝોનમાં લગાવેલા પ્રતિબંધોને ૩૧ માર્ચ સુધી વધારી દીધા છે. લગ્ન સમારોહની અંદર મહેમાનોની સંખ્યા પર ફરીથી કોરોનાનું ગ્રહણ લાગ્યું છે.

મહારાષ્ટ્રમાં લગ્ન પ્રસંગ માટે હવે માત્ર ૫૦ લોકો જ સામેલ થઇ શકશે. તો તમામ પ્રકારના સામાજિક, સાંસ્કૃતિક, રાજનૈતિક અને ધાર્મિક કાર્યક્રમો પર સંપૂર્ણ પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે.

નવી ગાઇડલાઇન પ્રમાણે અંતિમ સંસ્કારમાં ૨૦ કરતા વધરે લોકો સામેલ થઇ શકે છે. ઉલ્લેખનીય છે કે રવિવારે મહારાષ્ટ્રમાં ૧૬૬૨૦ નવા કેસ સામે આવ્યા છે. ત્યારબાદ ફરી વખત સરકાર એક્શન મોડમાં આવી છે.

મહારાષ્ટ્રમાં કોરોનાના નવા કેસ સામે આવતા જ ફરી વખત સરકાર એક્શન મોડમાં આવી છે. મહારાષ્ટ્રમાં કોરોનાની મહામારીનો પ્રકોપ વધતો હોવાથી રાજ્ય સરકાર ચિંતામાં પડી ગઈ છે. સંપૂર્ણપણે લોકડાઉન મૂકવામાં બદલે સરકાર આકરા પ્રતિબંધો મૂકવાની નીતિ અપનાવી રહી છે. જેને અનુંસંધાનમાં ઉપર્યુક્ત નવી કોરોના ગાઈડલાઈન્સ જાહેર કરવામાં આવી છે.

મહારાષ્ટ્રમાં ધોરણ ૧થી ૮માં માસ પ્રમોશન આપવાની તૈયારી

મહારાષ્ટ્રમાં ફરી કોરોનાના કેસો રોકેટ ગતિએ વધી રહ્યા છે, ત્યારે રાજ્ય સરકાર પ્રાથમિક શાળામાં ભણતા વિદ્યાર્થીઓને પરીક્ષા લીધા વિના જ આગળના ધોરણમાં મોકલી દેવા વિચારણા કરી રહી છે. જાેકે, વિદ્યાર્થીઓનું આ વર્ષમાં પર્ફોમન્સ કેવું રહ્યું છે તેના આધાર પર તેમને ગ્રેડ આપવામાં આવશે. ધોરણ ૧થી ધોરણ ૮માં ભણતા સ્ટૂડન્ટ્‌સને કોરોનાના વધતા કેસ વચ્ચે પરીક્ષા લીધા વિના જ પ્રમોટ કરવા માટે શિક્ષણ વિભાગ ગંભીરતાથી વિચારી રહ્યો છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/