fbpx
રાષ્ટ્રીય

ભાજપે નંદીગ્રામ બેઠક પરથી ઉમેદવાર મમતા બેનર્જીનું ફોર્મ રદ્દ કરવા માંગ કરી

પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીનો સંગ્રામ હવે દિન પ્રતિદિન તેજ થઈ રહ્યો છે. ભાજપે નંદીગ્રામ બેઠકથી ચૂંટણી લડી રહેલા મુખ્યમંત્રી મમતા બેનર્જીનું નોમિનેશન રદ કરવાની માગણી કરી છે. ભાજપનો આરોપ છે કે મમતાએ પોતાના નામાંકનમાં ૬ કેસ અંગે જાણકારી આપી નથી. ભારતીય જનતા પાર્ટીએ આ અંગે રિટર્નિંગ ઓફિસરને ફરિયાદ કરી. મામલો હવે ચૂંટણી પંચ સુધી પહોંચી ગયો છે.

ડિસેમ્બરમાં તૃણમૂલ કોંગ્રેસ છોડીને ભાજપમાં આવેલા સુવેન્દુ અધિકારીએ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી પર આકરા પ્રહાર કરીને ‘જુઠ્ઠા’ ગણાવ્યા છે. તમલુકમાં એક જનસભાને સંબોધિત કરતા અધિકારીએ કહ્યું કે મમતા બેનર્જીએ પોતાના નામાંકનમાં સત્ય છૂપાવ્યું છે. મમતા વિરુદ્ધ દાખલ છ કેસની આ નામાંકનમાં જાણકારી અપાઈ નથી. સુવેન્દુએ દાવો કર્યો છે કે ૨૦૧૮માં અસમમાં પાંચ કેસ દાખલ થયા હતા, જેનો ઉલ્લેખ કરાયો નથી. એક કેસમાં સીબીઆઇ તપાસ ચાલુ છે.

આ બધા વચ્ચે ભાજપના પ્રતિનિધિમંડળે સોમવારે ચૂંટણી પંચને મુખ્યમંત્રી મમતા બેનર્જીની ફરિયાદ કરી. ભાજપે નંદીગ્રામથી મમતાનું નામાંકન રદ કરવાની માગણી કરી છે. ભાજપના નેતા શિશિ બાજાેરિયાએ કહ્યું કે અમે ચૂંટણી પંચ પાસે મુખ્યમંત્રી મમતા બેનર્જીનું નામાંકન રદ કરવાની માગણી કરી છે. કારણ કે તેમના વિરુદ્ધ છ કેસ છે પરંતુ તેમના સોગંદનામામાં તેનો ઉલ્લેખ નથી. આ અગાઉ રિટર્નિંગ ઓફિસરને ફરિયાદ કરાઈ હતી પરંતુ ત્યાં કોઈ સુનાવણી થઈ નહીં.

Follow Me:

Related Posts