fbpx
રાષ્ટ્રીય

ભાજપના મંડી લોકસભા સીટના સાંસદ રામસ્વરૂપ શર્માનું દિલ્હીમાં શંકાસ્પદ મોત

ભાજપના પૂર્વ સાંસદ દિલીપ ગાંધીનું કોરોનાથી નિધન, એક જ દિવસમાં ભાજપે વર્મતાન અને પૂર્વ સાંસદને ગુમાવ્યા

આજનો બુધવાર ભાજપ માટે માઠો સાબિત થયો છે. આજે એક જ દિવસમાં તેના વર્તમાન અને પૂર્વ એમ બબ્બે સાંસદોના નિધન થયા છે. હિમાચલ પ્રદેશની મંડી લોકસભા બેઠક પરથી સાંસદ રામસ્વરૂપ શર્માનો મૃતદેહ શંકાસ્પદ હાલતમાં રાજધાની દિલ્હીમાંથી તેમના નિવાસસ્થાનેથી મળી આવ્યું છે. તો ભાજપના પૂર્વ સાંસદ દિલીપ ગાંધીનું કોરોનાના કારણે નિધન થયું છે.

સાંસદ રામસ્વરૂપ શર્માએ પોતાના નિવાસસ્થાને આત્મહત્યા કરી લીધી છે. જયારે અન્ય પૂર્વ સાંસદ દિલીપ ગાંધીનું કોરોનાને કારણે નિધન થયું છે. સાંસદોના નિધનના કારણે આજે યોજાનારી ભાજપની સંસદીય દળની બેઠક ટાળી દેવામાં આવી છે.
હિમાચલ પ્રદેશના મંડીથી ભારતીય જનતા પાર્ટીના સાંસદ રામસ્વરૂપ શર્માનું શંકાસ્પદ મોત થયું છે. દિલ્હી સ્થિત તેમના નિવાસે તેમનું મોત થયું છે. તેમણે ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી હોવાના પ્રાથમિક અહેવાલો મળ્યા છે. દિલ્હી સ્થિત આરએમએલ હોસ્પિટલ પાસે જ એક ફ્લેટમાં હિમાચલ પ્રદેશના મંડીથી ભાજપના સાંસદ રામસ્વરૂપ શર્માનું છે. તેમના આ ઘરેથી જ તેમનો મૃતદેહ મળી આવ્યો છે. જાેકે, તેમના આપઘાતનું કારણ હજુ જાણવા નથી મળ્યું.

દિલ્હી પોલીસના જણાવ્યા મુજબ, સવારે લગભગ ૮.૩૦ વાગે તેમને જાણકારી મળી હતી કે, આરએમએલ હોસ્પિટલ પાસે ગોમતી એપાર્ટમેન્ટ (એમપી ફ્લેટ)માં ભાજપ સાંસદે આત્મહત્યા કરી લીધી છે. અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા તો સાંસદનો મૃતદેહ પંખે લટકતો મળી આવ્યો હતો. પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે.
દિલ્હી પોલીસને ભાજપ સાંસદ રામસ્વરૂપ શર્માના સ્ટાફે જણાવ્યું હતું કે, આજે સવારે જયારે તેઓ તેમનો રૂમ ખોલવા ગયા તો રૂમ અંદરથી બંધ હતો. વારંવાર બૂમો પાડવા છતાં તેમણે દરવાજાે ન ખોલતા આખરે પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસના આવ્યા બાદ દરવાજાે તોડવામાં આવ્યો. આ દરમ્યાન સાંસદનો મૃતદેહ પંખે લટકતો રહ્યો. ભાજપે સાંસદ રામસ્વરૂપ શર્માના નિધનને કારણે આજે થનારી પક્ષની સંસદીય દળની બેઠક પણ રદ્દ કરી દીધી છે.

રામસ્વરૂપ શર્મા સતત બીજી વાર સાંસદ બન્યા હતા.તે ઓ લાંબા સમય સુધી રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ સાથે સંકળાયેલ રહ્યા હતા. સાંસદ બન્યા પહેલા તેઓ મંડી જિલ્લા ભાજપ સચિવ અને બાદમાં હિમાચલ પ્રદેશ ભાજપ સચિવ પણ રહી ચુક્યા હતા. તેઓ હિમાચલ પ્રદેશ ફૂડ એન્ડ સિવિલ સપ્લાય કોર્પોરેશનના અધ્યક્ષ પણ રહી ચુક્યા હતા.
બીજી બાજુ પૂર્વ કેન્દ્રીય મંત્રી અને ભાજપના નેતા દિલીપ ગાંધીનું પણ નિધન થયું છે. તેઓ થોડા સમય પહેલા કોરોના સંક્રમિત થયા હતા. ત્યારબાદ તેમને દિલ્હીની એક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. દિલીપ ગાંધી ૬૯ વર્ષના હતા. તેઓ અહમદનગર લોકસભા મતવિસ્તારના સાંસદ રહી ચુક્યા હતા. તેમણે આજે એટલે કે બુધવારે દિલ્હીની ખાનગી હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા. આમ ભાજપને એક જ દિવસમાં બે મોટા ફટકા પડ્યા છે.

google.com, pub-3877344041668511, DIRECT, f08c47fec0942fa0
Follow Me:

Related Posts

google.com, pub-3877344041668511, DIRECT, f08c47fec0942fa0