fbpx
રાષ્ટ્રીય

મનરેગાનો એક એક પૈસો પાણી બચાવવાના કામમાં આવેઃ મોદી

વૉટર મેનેજમેન્ટ બાબતે દાયકાઓ પહેલા જ આ દિશામાં ઘણું કરવાની જરૂર હતી, જેમ-જેમ વિકાસ તરફ આગળ વધી રહ્યા છીએ, સામે તેવી જ રીતે જળસંકટ પણ વધી રહ્યું છે

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે વિશ્વ જળ દિવસ પર જળશક્તિ અભિયાનની શરૂઆત કરી હતી. આ અભિયાનને ‘કેચ ધ રેન’ નામ આપવામાં આવ્યું હતું. ઁસ્ મોદીએ વીડિયો-કોન્ફરન્સ દ્વારા એની શરૂઆત કરી હતી. મોદીએ સંબોધન કરતાં કહ્યું હતું કે મનરેગાના નાણાં અન્ય ક્યાંય ન જવા જાેઈએ. તેનો એક એક પૈસો પાણી બચાવવાના કામમાં આવવો જાેઈએ.

આ દરમિયાન તેમણે કહ્યું, ‘પાણી જીવનની અર્થ વ્યવસ્થાનાં તમામ પાસાં માટે ખૂબ જ જરૂરી છે. આજે જ્યારે આપણે ઝડપી વિકાસની વાતો કરી રહ્યા છીએ ત્યારે આ અસરકારક વોટર મેનેજમેન્ટ વિના શક્ય નથી. ભારતના આર્ત્મનિભરતાનું વિઝન વોટર કેનેક્ટિવિટી પર આધારિત છે. આપણે દાયકાઓ પહેલાં જ આ દિશામાં ઘણુંબધું કરવાની જરૂર હતી.’

મોદીએ જણાવ્યુ હતું કે મને ખુશી છે કે જળ શક્તિ પ્રત્યે લોકોમાં જાગૃતતા વધી રહી છે. સમગ્ર દુનિયા આજે જળના મહત્વ પર પ્રકાશ પાડવા માટે ઇન્ટરનેશનલ વોટર ડે મનાવી રહી છે. અમે બે મહત્વપૂર્ણ ઉદ્દેશ્ય માટે અહીં ભેગા થયા છીએ. દુનિયાની સામે ઉદાહરણ રજૂ થાઉં અને ભારતમાં પાણીની મુશ્કેલીઓ દૂર થાય, એટલા માટે કેન-બેતવા લિન્ક માટે મોટા પગલાં ભરવામાં આવ્યા છે.

અટલજીએ ઉત્તરપ્રદેશ અને મધ્યપ્રદેશની પાણીની મુશ્કેલીઓને દૂર કરવા માટે જે સપનું જાેયું હતું, તેને પૂર્ણ કરવામાં આવી રહ્યું છે. આજે જાે કોરોના ન હોત અને અમે જાે ઝાંસી બુંદેલખંડમાં આવીને અહીં ઉદ્દઘાટન કરત,તો તેમાં લાખો લોકો આવત. આ આટલું મહત્વપૂર્ણ કામ થઈ રહ્યું છે.

મોદીએ કહ્યું હતું કે આપણે લોકોની ભાગીદારીથી પાણીને બચાવવાની પહેલ કરીશું, તો એ મુશ્કેલ નહીં લાગે, પરંતુ પાણી રૂપિયા કરતાં પણ વધુ કિંમતી લાગશે. આ કામ દાયકાઓ પહેલાં થવું જાેઈતું હતું, પરંતુ ન થયું. ભારત જેમ-જેમ વિકાસ તરફ આગળ વધી રહ્યું છે, સામે તેવી જ રીતે જળસંકટ પણ વધી રહ્યું છે. માટે આપણે આ વખતે પાણી બચાવવા આપણે કોઈ કસર છોડવી નથી.

આપની જવાબદારી છે કે આપણે આવનારી પેઢીને પાણી આપીને જવાનું છે. પાણીથી પવિત્રતા રાખીશું. આ વર્તમાન પેઢીની જવાબદારી છે કે આવનારી પેઢી માટે અત્યારથી જ જવાબદારી નિભાવી. આપણે ભવિષ્યની મુશ્કેલીઓનું અત્યારથી જ સમાધાન શોધવાનું છે. છેલ્લા ૬ વર્ષથી આ દિશામાં અનેક પગલાં ભરવામાં આવ્યા છે. પર ડ્રોપ, મોર ક્રોપ, અટલ જળ યોજના, નમામી ગંગા જેવા પ્રોજેક્ટ્‌સ પર ઝડપથી કામ થઈ રહ્યું છે. ભારત વરસાદી પાણીનું જેટલું સારું સંચાલન કરશે, તેટલો ભૂગર્ભ જળ પરનો આધાર ઓછો રહેશે.

ચોમાસાને હજી વાર છે, તેથી હવે પૂર જાેશમાં પાણી બચાવવાની તૈયારી કરવી પડશે. ટાંકી, તળાવો અને કુવાઓ સાફ કરવા જાેઈએ. જાે વરસાદના પાણીના માર્ગમાં કોઈ અવરોધ આવે તો દૂર કરવાનો છે. આ માટે કોઈ મોટી ઇજનેરીની જરૂર નથી. ગામના લોકો જાણે છે કે આ ખૂબ સારી રીતે કેવી રીતે કરવું, ફક્ત કોઈ તેમને બતાવવા માટે જઇ રહ્યા છે, તેઓ તે કરશે. પાણી સંબંધિત જે તૈયારીઓ કરવાની છે, મનરેગાના નાણાં અન્ય ક્યાંય જવા ન જાેઈએ. આમાં તમામ નાગરિકોનો સહયોગ ખૂબ જ મહત્વપૂર્ણ છે.
આ અભિયાન ચોમાસાની શરૂઆત પહેલાં અને એ પૂરું થાય એ દરમિયાન ૩૦ માર્ચથી ૩૦ નવેમ્બર સુધી ચલાવવામાં આવશે. તળિયા સ્તરે જળસંચયમાં લોકોની ભાગીદારી માટેનું આ અભિયાન જનઆંદોલન સ્વરૂપે શરૂ કરવામાં આવ્યું છે. એનો હેતુ વરસાદના પાણીને બચાવવા અને સંરક્ષિત કરવા લોકોને આગળ લાવવાનો છે.

Follow Me:

Related Posts