fbpx
રાષ્ટ્રીય

રાષ્ટ્રપતિ કોવિંદની તબિયત લથડતા આર્મી હોસ્પિટલમાં દાખલ કરાયા

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને શુક્રવારે સવારે છાતીમાં દુખાવો થયા બાદ દિલ્હીની આરએન્ડઆર આર્મી હોસ્પીટલમાં દાખલ કરવામાં આવ્યા છે. હોસ્પિટલમાં રાષ્ટ્રપતિનું રૂટિન ચેક-અપ કરવામાં આવ્યું છે અને તેઓ હાલમાં ડોકટરોની દેખરેખ હેઠળ છે. જાે કે રાષ્ટ્રપતિની હાલત સ્થિર છે. હોસ્પિટલે હેલ્થ બુલેટિન દ્વારા આ બાબતની જાણકારી આપી હતી.

રાષ્ટ્રપતિ કોવિંદે ૩ માર્ચે કોરાના વેક્સિનનો પ્રથમ ડોઝ લગાવ્યો હતો. રાષ્ટ્રપતિ તેમની પુત્રી સાથે આર્મી હોસ્પિટલમાં પહોંચ્યા હતા અને ત્યાં તેમને વેક્સિન લગાવવામાં આવી હતી. ત્યાર બાદ તેમણે સફળતાપૂર્વક દેશમાં વેક્સિનેશન અભિયાન હાથ ધરવા બદલ ડોકટરો, નર્સો અને આરોગ્ય કર્મચારીઓનો આભાર માન્યો હતો અને લોકોને વેક્સિન લગાવવા માટે અપીલ કરી હતી.

Follow Me:

Related Posts