fbpx
રાષ્ટ્રીય

ન્યૂઝીલેન્ડે બીજી ટી-૨૦માં બાંગ્લાદેશને ૨૮ રને હરાવીને શ્રેણી ૨-૦થી જીતી

ન્યૂઝીલેન્ડે વરસાદના વિઘ્નવાળી બીજી-ટી૨૦માં બાંગ્લાદેશને ૨૮ રને હરાવીને શ્રેણી ૨-૦થી જીતી હતી. વરસાદના વિઘ્નવાળી મેચમાં ન્યૂઝીલન્ડના ૧૭ ઓવરમાં પાંચ વિકેટે ૧૭૩ રનના પડકારની સામે ડકવર્થ લુઇસ મુજબ બાંગ્લાદેશને ૧૬ ઓવરમાં ૧૭૧ રનનો પડકાર મળ્યો હતો. તેના જવાબમાં તે ૭ વિકેટે ૧૪૨ રન જ કરી શક્યું હતું.

વરસાદના વિઘ્નવાળી મેચમાં બાંગ્લાદેશે ન્યૂઝીલેન્ડને ટોસ જીતીને બેટિંગમાં ઉતાર્યા પછી ૧૮મી ઓવર ચાલતી હતી અને ન્યૂઝીલેન્ડનો સ્કોર ૫ વિકેટે ૧૭૩ રન હતો તે સમયે વરસાદ પડતા મેચની ઓવર ઘટાડી દેવાઈ હતી. બાંગ્લાદેશને ડકવર્થ લુઇસ મુજબ ૧૬ ઓવરમાં ૧૭૦ રનનું લક્ષ્યાંક મળ્યું હતું, પણ તે ૭ વિકેટે ૧૪૨ રન જ કરી શક્યું હતું. ન્યૂઝીલેન્ડનો ઘરઆંગણે સાતમો શ્રેણી વિજય હતો. તેણે ઘરઆંગણે ચાર ટી-૨૦ શ્રેણી, એક વન-ડે શ્રેણી અને બે ટેસ્ટ શ્રેણી જીતી છે.

આ મેચ દરમિયાન આંચકાજનક બનાત તે બન્યો હતો કે બાંગ્લાદેશની ટીમ બેટિંગમાં ઉતરી ત્યારે ૧.૩ ઓવર સુધી એટલે કે નવ બોલ સુધી તેને ખબર જ ન હતી કે તેને કેટલા લક્ષ્યાંકનો પીછો કરવાનો છે. મેચ રેફરી જેફ ક્રો ત્યારે બાંગ્લાદેશે કેટલા રનના લક્ષ્યાંકનો પીછો કરવાનો છે તેનું સુધારેલું લક્ષ્યાંક ગણી રહ્યા હતા. તેના પગલે ૧.૩ ઓવરમાં બાંગ્લાદેશના બાર રન હતા ત્યારે અમ્પાયરે થોડા સમય માટે મેચ અટકાવી દીધી હતી. એક તબક્કે મેચ રેફરી જેફ ક્રો અને બાંગ્લાદેશના કોચ રસેલ ડોમિંગો વચ્ચે ચકમક ઝરી હતી. બાંગ્લાદેશે પ્રતિ ઓવર બારની સરેરાશે રન કરવાના આવ્યા હતા.

સૌમ્ય સરકારે ૨૫ બોલમાં અડધી સદી પૂરી કરી અને નઇમ સાથે બીજી વિકેટની ભાગીદારીમાં ૮૧ રન ઉમેર્યા ત્યારે તેના માટે આશા સર્જાઈ હતી. આ જાેડીએ સોઢીએ નાખેલી છઠ્ઠી ઓવરમાં ૧૯ અને મિલ્નેએ નાખેલી સાતમી ઓવરમાં ૨૦ રન લીધા હતા. સૌમ્ય સરકારની વિકેટ પડયા પછી બાંગ્લાદેશનો રીતસરનો ધબડકો થયો હતો.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/