લખનૌમાં એક્સપ્રેસ ટ્રેનના બે ભાગ થતા એક હિસ્સો આગળ અને એક હિસ્સો પાછળ ચાલ્યો
લખનૌમાં એક એક્સપ્રેસ ટ્રેનના બે ભાગ થઈ ગયા હતા અને તેનો એક હિસ્સો આગળ ચાલવા લાગ્યો હતો જ્યારે બાકીનો હિસ્સો પાછળ અટકી ગયો હતો. જાણવા મળ્યા મુજબ કપલિંગ તૂટી જવાના કારણે સપ્તક્રાંતિ સુપરફાસ્ટ એક્સપ્રેસ બે ભાગમાં વહેંચાઈ ગઈ હતી. ત્યાર બાદ અડધી ટ્રેન આશરે ૧ કિમી જેટલી આગળ નીકળી ગઈ હતી.
આ અંગે જાણ થયા બાદ રેલવે કંટ્રોલ રૂમને સૂચના આપવામાં આવી હતી. ત્યાર બાદ ટ્રેનને ફરી જાેડવામાં આવી હતી અને સદનસીબે ડ્રાઈવરની હોંશિયારીના કારણે કોઈ મોટી દુર્ઘટના નહોતી થઈ. જાણવા મળ્યા મુજબ આનંદ વિહારથી મુઝફ્ફરપુર જતી સપ્તક્રાંતિ સુપરફાસ્ટ એક્સપ્રેસ રાતે ૧૦ઃ૪૫ કલાકે લખનૌ પહોંચે છે અને ત્યાં ૧૦ મિનિટ રોકાયા બાદ બિહારના મુઝફ્ફરપુર જાય છે.
ટ્રેન કાકોરી સ્ટેશન પર પહોંચી ત્યારે અચાનક જ બે કોચને જાેડતી કપલિંગ ખુલી ગઈ હતી જેથી અડધી ગાડી આગળ નીકળી ગઈ હતી અને અડધી ત્યાં જ રોકાઈ રહી હતી. આ અંગે જાણ થતા જ મુસાફરોમાં હડકંપ મચી ગયો હતો. ગાર્ડ દ્વારા સૂચના મળ્યા બાદ આશરે ૧ કિમી આગળ નીકળી ગયેલા ડ્રાઈવરે કંટ્રોલ રૂમને જાણ કરી હતી અને ટ્રેન રોકીને મોડી રાત સુધી કપલિંગ જાેડવાનું કામ કરવામાં આવ્યું હતું.
Recent Comments