fbpx
રાષ્ટ્રીય

૩૦ એપ્રિલ સુધી રાત્રે ૧૦થી સવારના ૫ વાગ્યા સુધી નાઇટ કફ્ર્યૂ લાગુ રહેશે

દિલ્હીમાં કોરોના વાયરસના વધતાં કેસને જાેતાં સરકાર દ્વારા નાઈટ કફ્ર્યૂ લગાવવામાં આવ્યું છે. રાત્રે ૧૦થી સવારના ૫ વાગ્યા સુધી દિલ્હીમાં નાઈટ કફ્ર્યૂ લાગુ રહેશે. દિલ્હી સરકાર દ્વારા આ આદેશ તાત્કાલિક ધોરણે લાગુ કરી દેવાના આદેશ આપવામાં આવ્યા છે. આ નાઈટ કફ્ર્યૂનો ર્નિણય ૩૦મી એપ્રિલ સુધી લાગુ રહેશે.

દિલ્હી સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલી ગાઈડલાઇન અનુસાર ટ્રાફિક મૂવમેન્ટમાં જે લોકોને વેક્સિન લેવા જવું હોય તો જઈ શકાશે પણ તેમણે ઇ-પાસની જરૂર પડશે. રૅશન, કિરાણા, ફળ-શાકભાજી, દૂધ-દવા સાથે જાેડાયેલા લોકોએ પણ ઇ-પાસની જરૂર પડશે. આ સિવાય પ્રિન્ટ અને ઈલેક્ટ્રોનિક મીડિયાએ પણ ઇપાસની મદદથી મૂવમેન્ટની મંજૂરી આપવામાં આવશે તથા આઈડી કાર્ડની મદદથી પેરામેડિકલ સ્ટાફના લોકોએ છૂટ રહેશે. ગર્ભવતી મહિલાઓ તથા સારવાર માટે જઈ રહેલા દર્દીઓને પણ છૂટ આપવામાં આવી છે.

દિલ્હીમાં કોરોના વાયરસના આંકડામાં સતત વધારો જાેવા મળી રહ્યો છે. એક સપ્તાહમાં દિલ્હીમાં ૩૫૦૦ કેસ સામે આવ્યા છે. દિલ્હીમાં પાંચમી એપ્રિલે કોરોના વાયરસના ૩૫૪૮ કેસ સામે આવ્યા છે જ્યારે ૧૫ના મોત થાય છે. હાલમાં દિલ્હીમાં ૧૪, ૫૮૯ એક્ટિવ કેસ છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/