fbpx
રાષ્ટ્રીય

મહાકુંભમાં કોરોના મહામારી, ૩૦ સાધુ સંક્રમિત, એકનું મોત

કુંભમેળાના આયોજન વચ્ચે કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે ત્યારે નિરંજની અખાડાના સચિવ રવીન્દ્ર પુરીએ જાહેરાત કરી છે કે તેમના માટે કુંભમેળો પૂરો થઈ ગયો છે. તેમણે જણાવ્યું હતું કે કુંભનું મુખ્ય શાહી સ્નાન પૂરું થઈ ગયું છે અને તેમના અખાડાના સાધુ-સંતોમાં કોરોનાનાં લક્ષણો દેખાયાં છે.

કોરોનાની સ્થિતિને જાેતાં નિરંજની અખાડા બાદ અન્ય ૫ સંન્યાસી અખાડા પણ કુંભ સમાપ્તિની જાહેરાત કરી શકે છે. હરિદ્વારમાં કુંભમેળાનો સમય ૩૦ એપ્રિલ સુધી છે, પણ છેલ્લા ૫ દિવસમાં અહીં કોરોનાના ૨,૧૬૭ કેસ સામે આવી ચુક્યા છે. તેમ છતાં અધિકારીઓનું કહેવું છે કે કુંભમેળો ૩૦ એપ્રિલ સુધી ચાલશે. જાેકે હવે અખાડા દ્વારા જાતે જ કુંભમેળો પૂરો થવાની જાહેરાત કરવા લાગ્યા છે.
કોરોનાને પગલે આ વર્ષે કુંભમેળો જાન્યુઆરીને બદલે ૧લી એપ્રિલના રોજ શરૂ થયો હતો. કેન્દ્ર સરકારની ગાઈડલાઈન્સ પ્રમાણે સ્થિતિને જાેતાં આ માટેનો સમય ઓછો કરવામાં આવી શકે છે. જાેકે હરિદ્વારાના ડ્ઢસ્ અને કુંભમેળાના અધિકારી દીપક રાવતે બુધવારે કહ્યું હતું કે મેળાના સમયમાં ઘટાડો કરવા અંગે કોઈ જાણકારી મળી નથી.


દેશમાં કોરોના ખૂબ જ ઝડપથી વધી રહ્યો છે ત્યારે કુંભમેળાના આયોજન સામે પ્રશ્નો સર્જાયા છે. દેશમાં ગુરુવારે કોરોનાના ૨ લાખ નવા કેસ સામે આવ્યા. આ મહામારી શરૂ થઈ ત્યાર બાદનો આ એક દિવસમાં આવેલા કેસનો સૌથી મોટો આંક છે. બીજી બાજુ, કુંભમાં લાખો લોકોની ભીડ ઊમટી પડી છે. બુધવારે શાહી સ્નાનમાં ૧૪ લાખ લોકો સામેલ થયા હતા.
નિર્વાણી અખાડાના મહામંડલેશ્વર કપિલ દેવનું કોરોના સંક્રમણને લીધે અવસાન થયું હતું. તેઓ મધ્યપ્રદેશના ચિત્રકૂટથી કુંભમાં ભાગ લેવા હરિદ્વાર આવ્યા હતા. પોઝિટિવ થયા બાદ તેમને દેહરાદૂનની કૈલાસ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા. હોસ્પિટલ મેનેજમેન્ટના જણાવ્યા પ્રમાણે, તેમનું અવસાન થયું છે. કુંભમેળામાં સંક્રમણને લીધે જીવ ગુમાવનાર કપિલ દેવ પ્રથમ મોટા સંત છે.


કુંભમાં સંક્રમણના કેસ વધવાની સ્થિતિને ધ્યાનમાં રાખી સરકારે કડક પગલાં ભરવાની તૈયારી કરી હતી. સરકારના જણાવ્યા પ્રમાણે, ભીડને લીધે કોવિડ-૧૯ માટે જાહેર કરવામાં આવેલી ગાઈડલાઈન્સનું પાલન કુંભમાં કરાવવામાં ભારે મુશ્કેલી પડી રહી છે. આ સંજાેગોમાં યાત્રીઓ અને અખાડામાં સાધુ-સંતોની સંખ્યા મર્યાદિત કરવા તથા તેમના સમયને નિર્ધારિત કરવાની વાત કહેવામાં આવી હતી.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/