fbpx
રાષ્ટ્રીય

નાસિકની હોસ્પિટલમાં ઓક્સિજન ટેક લીક : સપ્લાયરો ખોરવાયો અને 22 દર્દીઓએ દમ તોડ્યો

એક તરફ ઓક્સિજનની ભારે અછત સર્જાઇ રહી છે ત્યારે બીજી તરફ મહારાષ્ટ્રના નાસિકમાં એક મોટી દુઃખદ દૂર્ઘટના ઘટી છે. બુધવારે નાસિકના ઝાકીર હુસેન હોસ્પિટલમાં ઓક્સિજન ટેન્ક લીક થઇ ગઇ હતી. ત્યારબાદ નાસિકની આ દર્દનાક ઘટનામાં 22 દર્દીઓના મોત નિપજ્યા હતા.

સ્થાનિય તંત્રના કહેવા અનુસાર લીકેજને કારણે ઓક્સિજન સપ્લાય લગભગ અડધા કલાક માટે બંધ થયો ગયો હતો. જેના કારણે વેન્ટિલેટર ઉપર રહેલા 22 દર્દીઓ મૃત્યુ પામ્યા છે. દુર્ઘટના સમયે હોસ્પીટલમાં કુલ ૨૩ ઉપર વેન્ટિલેટર ઉપર હતા. હવે તંત્ર દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. દૂર્ઘટના સમયે 171 દર્દીઓ કોરોનાની સારવાર લઈ રહ્યા હતા. ઓક્સિજન લીક થવાને કારણે અન્ય દર્દીને બીજી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. સંજોગોને ધ્યાનમાં રાખીને રાજ્યના સ્વાસ્થ્યમંત્રી રાજેશ ટોપેએ કહ્યું હતું કે હવે લેકેજ કંટ્રોલ કરવામાં આવ્યું છે.

google.com, pub-3877344041668511, DIRECT, f08c47fec0942fa0
Follow Me:

Related Posts

google.com, pub-3877344041668511, DIRECT, f08c47fec0942fa0