fbpx
રાષ્ટ્રીય

રાજ્યમાં દર કલાકે પાંચના મોત, 509 લોકો સંક્રમિત

ગુજરાત રાજ્યમાં કોરોનાની મહામારી વિકરાળ સ્વરૂપ ધારણ કરી રહી છે. ગુજરાતમાં દર કલાકે પાંચ વ્યક્તિના મોત કોરોનાને લીધે થઈ રહ્યા છે તો પ્રતિ કલાક 509 નવા દર્દીઓ સંક્રમિત થઈ રહ્યા છે. રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા છેલ્લા 24 કલાકના આંકડા મુજબ 12206 નવા કેસ નોંધાયા છે, અને માનવ મૃત્યુ 121 થયા છે. રાજ્યની ખાનગી અને સરકારી હોસ્પિટલો કોરોના ના દર્દીઓ થી હાઉસફુલ થઈ ગઈ છે, છેલ્લા 24 કલાકથી 353 દર્દીઓ વેન્ટિલેટર હોવાનું જાહેર કરવામાં આવી રહ્યું છે. હાલ રાજ્યમાં  76,500 એક્ટિવ કેસ છે. છેલ્લા એક સપ્તાહથી રાજ્યમાં દૈનિક 65ટકા દર્દીઓનો વધારો નોંધાઈ રહ્યો છે.


છેલ્લા 24 કલાક દરમિયાન અમદાવાદ શહેરમાં 4661 અને ગ્રામ્ય વિસ્તારમાં 60સાથે અત્યાર સુધીના સૌથી વધુ 4721 નવા કેસ નોંધાયા છે ,અને અમદાવાદમાં કુલ કેસનો આંકડો 1,11,156 ને પાર થઈ ચૂક્યો છે. સુરત મહાનગર માં પણ સ્થિતિ એવી છે ગઈકાલે 1553 કેસ શહેરી વિસ્તારમાં અને ગ્રામ્ય વિસ્તારમાં 375 કેસ સાથે 1928 કેસ નોંધાયા છે. રાજકોટ શહેરમાં 764 ગ્રામ્ય વિસ્તારમાં 86 કેસ મળીને 850 કેસ થયા છે ,વડોદરા શહેરમાં 460 અને ગ્રામ્ય વિસ્તારોમાં 165 મળીને 625 નવા કેસ છેલ્લા 24 કલાકમાં બહાર આવ્યા છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં સુરતમાં 25, અમદાવાદમાં 23 ,વડોદરા 13 ,રાજકોટમાં12, જામનગરમાં 6, ગાંધીનગરમાં 4, ભાવનગર, બનાસકાંઠા, સાબરકાંઠા, ભરૂચમાં ત્રણ -ત્રણ અરવલ્લી, બોટાદ, દાહોદ, દેવભૂમિ- દ્વારકા, મહેસાણા, પાટણમાં 2, અમરેલી, ખેડા, મહીસાગર પંચમહાલ માં એક -એક કોરોના થી મૃત્યુ થયાની જાહેરાત રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવી છે.


કોરોનાની મહામારી ના કારણે સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં દર્દીઓ સારવાર લઇ રહ્યા છે ,જેમાં અત્યાર સુધીમાં 3,46,063 દર્દીઓ કોરોનાને હરાવી ચુક્યા છે. રાજ્યમાં રિકવરી રેસિયો 80.82 ટકા છે. રાજ્યમાં છેલ્લા 24 કલાક દરમિયાન 1,73,582 કોરોના ના ટેસ્ટ કરવામાં આવ્યા છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/