fbpx
રાષ્ટ્રીય

એક જ રસીનાં ભાવ બે સ્થળોએ અલગ-અલગ કેવી રીતે હોઇ શકે : સોનિયા ગાંધી

દેશમાં જ્યારે રસીકરણ અભિયાન શરૂ થયું ત્યારે ૬૦ વર્ષથી વધુ ઉંમરનાં લોકોને પ્રથમ રસી આપવામાં આવી હતી. આ પછી, ૪૫ વર્ષથી વધુ ઉંમરનાં લોકોને આપવામા આવી. હવે બે દિવસ પહેલા વડાપ્રધાન મોદીએ દેશને સંબોધન કરતા ૧૮ વર્ષથી વધુ ઉંમરનાં તમામ લોકોને રસી આપવાની મંજૂરી આપી હતી. જાે કે આ અંગે પણ રાજકારણ શરૂ થઈ ગયું છે. કોંગ્રેસનાં કાર્યકારી અધ્યક્ષ સોનિયા ગાંધીએ કેન્દ્ર સરકારને એક પત્ર લખ્યો છે, જેમાં કેન્દ્ર સરકારની નીતિઓ પર સવાલો ઉઠાવ્યા છે.


પત્રમાં સોનિયાએ કહ્યું હતું કે, કેન્દ્ર દ્વારા ૧૮ થી ૪૫ વર્ષની વયનાં લોકોને રસી લેવાની મંજૂરી આપવામાં આવી છે, પરંતુ નિઃશુલ્ક રસી આપવાની જવાબદારીથી તેઓ બચી રહ્યા છે. વળી સીરમ ઇન્સ્ટીટ્યૂટે હોસ્પિટલો અને રાજ્યો માટે રસીનાં ભાવ અલગ-અલગ રાખ્યા છે, જેના પર સોનિયાએ પૂછ્યું હતું કે એક જ રસીનાં ભાવ બે સ્થળો માટે કેવી રીતે અલગ હોઈ શકે છે. સંકટની આ ઘડીમાં સરકાર નફો કરવાની મંજૂરી કેવી રીતે આપી શકે. સોનિયા ગાંધીએ વધુમાં કહ્યું હતું કે, સરકારે રસીનાં ભાવ સંબંધિત નીતિ પર પુનર્વિચાર કરવો જાેઈએ, કારણ કે દરેક વ્યક્તિ સમાન કિંમતે સંમત થાય છે.

આ ઉપરાંત, ૧૮ વર્ષથી ઉપરની દરેક વ્યક્તિને તેની આર્થિક સ્થિતિને ધ્યાનમાં લીધા વિના રસી આપવી જાેઈએ. કેન્દ્ર સરકારે આ લક્ષ્ય સાથે આગળ વધવું જાેઈએ. સીરમ ઇન્સ્ટીટ્યૂટનાં જણાવ્યા મુજબ કેન્દ્ર સરકારને ૧૫૦ રૂપિયામાં રસી આપવામાં આવશે. આ સિવાય રાજ્ય સરકારે એક ડોઝ માટે ૪૦૦ રૂપિયા ચૂકવવા પડશે. વળી ખાનગી હોસ્પિટલો માટે આ કિંમત ૬૦૦ રૂપિયા રાખવામાં આવી છે. સોનિયા સિવાય અન્ય ઘણા પક્ષોનાં નેતાઓએ પણ ભાવ અલગ-અલગ હોવા અંગે સવાલો ઉભા કર્યા છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/