fbpx
રાષ્ટ્રીય

કોરોના-રસીઓ, દવાઓને જીએસટીમાંથી મુક્તિ આપવાનો નાણાંપ્રધાનનો ઈનકાર

કોરોનાવાઈરસ પ્રતિરોધક રસીઓ, દવાઓ અને ઓક્સિજન કોન્સન્ટ્રેટર્સને ગૂડ્‌સ એન્ડ સર્વિસીસ ટેક્સ (જીએસટી)માંથી બાકાત રાખવાની શક્યતાને કેન્દ્રીય નાણાં પ્રધાન ર્નિમલા સીતારામને નકારી કાઢી છે.


પશ્ચિમ બંગાળનાં મુખ્યપ્રધાન મમતા બેનરજીએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખીને વિનંતી કરી હતી કે કોરોના-દર્દીઓની સારવાર માટે જરૂરી તમામ જીવનરક્ષક દવાઓ, તબીબી સાધનસામગ્રીઓને જીએસટીમાંથી બાકાત રાખવી જાેઈએ. હાલ રસીઓની વ્યાપારી આયાત પર અને સ્થાનિક પૂરવઠા પર પાંચ ટકા જીએસટી લાગુ કરવામાં આવ્યો છે, જ્યારે કોવિડ-૧૯ દવાઓ અને ઓક્સિજન કોન્સન્ટ્રેટર્સ પર ૧૨ ટકા વેરો લગાડવામાં આવ્યો છે. પત્રના પ્રતિસાદમાં, સીતારામને કહ્યું છે કે આ પ્રકારની મુક્તિઓ આપવાથી જીવનરક્ષક ચીજવસ્તુઓ ગ્રાહકો માટે વધારે મોંઘી બની જાય, કારણ કે ઉત્પાદકો કાચા માલ પર ચૂકવેલા કરવેરાને સરભર કરવામાં સક્ષમ નહીં બની શકે અને તે બોજાે આખરે ગ્રાહકો કે નાગરિકો પર નાખી દેશે – રસી/દવા/તબીબી સાધનસામગ્રીની કિંમત વધારી દઈને.
હાલ, વૅક્સિનના સ્થાનિક પુરવઠા અને કમર્શિયલ આયાત પર પાંચ ટકા તો કોરોનાની દવા અને ઑક્સિજન કૉન્સન્ટ્રેટર પર ૧૨ ટકા જીએસટી ભરવો પડી રહ્યો છે.


જાે આ વસ્તુઓને જીએસટીમાં સંપૂર્ણ મુક્તિ આપવામાં આવશે તો વૅક્સિનના ઉત્પાદકો માલ પર ભરેલા કરવેરાનું રિફંડ નહીં મેળવી શકે અને તેને કારણે વસ્તુની વધેલી કિંમતનો બોજાે ગ્રાહકો પર આવશે, એમ તેમણે કહ્યું હતું.
પાંચ ટકા જીએસટી ઉત્પાદકોને એ બાંયધરી આપે છે કે તેઓ આઈટીસીનો ઉપયોગ કરી શકશે અને જાે આઈટીસી વધી જાય તો તેવા સંજાેગોમાં તેઓ રિફંડનો દાવો કરી શકશે.


કોવિડની દવાને જીએસટીમાંથી મુક્તિ આપવાથી ગ્રાહકોને નુકસાન થશે, એમ ર્નિમલા સીતારમણે ટિ્‌વટર પરના સંદેશામાં કહ્યું હતું.
તેમણે કહ્યું હતું કે કોઈ વસ્તુ પર રૂ. ૧૦૦ (આઈજીએસટી) ઈન્ટીગ્રેટેડ જીએસટી વસૂલવામાં આવે તો કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર પ્રત્યેકને અનુક્રમે સીજીએસટી (સેન્ટ્રલ જીએસટી) અને એસજીએસટી (સ્ટેટ જીએસટી) પેટે રૂ. ૫૦ મળે છે. વધુમાં સીજીએસટીની આવકના ૪૧ ટકા રાજ્ય સરકારને મળે છે. મતલબ કુલ વસૂલવામાં આવેલા રૂ. ૧૦૦માંથી રાજ્યને રૂ. ૭૦.૫૦ મળે છે.


વૅક્સિન પર વસૂલવામાં આવેલા જીએસટીમાંથી અડધા કેન્દ્ર સરકારને તો અડધા રાજ્ય સરકારને મળે છે. કેન્દ્ર સરકારને મળેલી જીએસટીની રકમમાંથી પણ ૪૧ ટકા રાજ્ય સરકારને જાય છે. મતલબ વૅક્સિન પર વસૂલવામાં આવેલી જીએસટીની રકમમાંથી ૭૦ ટકા કરતા પણ વધુ રકમ રાજ્યના ફાળે જાય છે, એમ તેમણે કહ્યું હતું.
કોરોનાની દવા કે વૅક્સિન પર નજીવો પાંચ ટકા જીએસટી વસૂલવો એ સ્થાનિક ઉત્પાદકો અને નાગરિકો બંનેના હિતમાં હોવાનું તેમણે કહ્યું હતું.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/