fbpx
રાષ્ટ્રીય

જનતાએ ધાર્મિક મુદ્દાઓને નકાર્યા, મોદી-શાહે હવે બદલાવું પડશેઃ સંજય રાઉત



પશ્રિમ બંગાળમાં ભાજપના થયેલા હતાશાજનક પરાજય બાદ તેમના વિરોધીઓને વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહ પ્રધાન અમિત શાહની ટીકા કરવાનો એક સોનેરી મોકો મળી ગયો છે. ચૂંટણીના પરિણામોને સાત દિવસ થઈ ગયા હોવા છતાં હજુ આની ચર્ચા ચાલી રહી છે ત્યારે એક સમયના ભાજપના મિત્ર અને હાલના વિરોધીપક્ષ શિવસેનાએ પણ ફરી મોદી-શાહની ટીકા પોતાના મુખપત્ર ‘સામના’માં કરી હતી. રવિવારે મુખપત્રના કટારલેખમાં પક્ષના પ્રવક્તા સંજય રાઉતે લખ્યું હતું કે પ.બંગાળની જનતાએ જય શ્રીરામના નારા અને ધાર્મિક મુદ્દાઓને નકાર્યા છે. તેમને પોતાની ભાષા અને સંસ્ક્‌ૃતિને પ્રેમ કર્યો. સોશિયલ મીડિયા પર ખોટી માહિતી ફેલાવી સામેના પક્ષની બદનામ કરવાનું શસ્ત્ર હવે જૂનું અને નકામું સાબિત થઈ રહ્યું છે. આમ થવાથી મોદી-શાહની પ્રતીમા પર પણ અસર થઈ શકે છે, આમ ન થવા દેવું હોય તો મોદી-શાહે બદલાવું પડશે. રાઉતે પ.બંગાળનાં મુખ્ય પ્રધાન મમતા બેનરજી પર પ્રશંસાનો ધોધ વહાવ્યો હતો અને તેમની સરખામણી છેક અહિલ્યાબાઈ હોળકર સાથે કરી હતી. મમતા બેનરજીએ માંડેલા મુદ્દાનું રોકેટ ઉડ્યું તેમ કહેતા તેમણે લખ્યું હતું કે પ.ંબંગાળમાં મોટા પ્રમાણમાં હિન્દીભાષીઓ આવીને વસે છે. તેમને મોદીનો જય શ્રીરામનો નારો ગમ્યો, પણ મમતાએ તેમના તરફ દુર્લક્ષ સેવી સ્થાનિક લોકોની ભાવનાને મહત્ત્વ આપ્યું. બહારના લોકો આવી પ.બંગાળને બગાડે છે તે તેમના પ્રચારનો પહેલો મુદ્દો, બંગાળને ગુજરાત થવા દેશું નહીં આ બીજાે મુદ્દો રહ્યો. તેમના આ મુદ્દાના રોકેટે ભાજપને બાળી નાખ્યું. જય શ્રી રામનો નારો પ.બંગાળમાં લોકપ્રિય નથી. અહીં દુર્ગામા પર લોકોને શ્રદ્ધા છે. અહીંના ૨૫ વર્ષના તરૂણે ખેલા હોબે નામનું ગીત ટીએમસી માટે બનાવી જય શ્રીરામના નારાને હરાવી દીધો, તેમ પણ સામનામાં લખ્યું હતું.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/