fbpx
રાષ્ટ્રીય

સુપ્રિમ કોર્ટે પ્રવાસી મજૂરો માટે યોગ્ય વ્યવસ્થા કરવા નિર્દેશ આપ્યા

કોરોના વાયરસના વધતા સંક્રમણને રોકવા માટે અનેક રાજ્યોમાં લોકડાઉન જેવા પ્રતિબંધો લાગુ છે. આ કારણે પ્રવાસી મજૂરોને કામ નથી મળી રહ્યું અને તેમણે આર્થિક મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. સુપ્રીમ કોર્ટે પ્રવાસી મજૂરોની સમસ્યાઓને જાેતા દિલ્હી, ઉત્તર પ્રદેશ અને હરિયાણા સરકારને નિર્દેશ આપ્યો છે અને કહ્યું છે કે પ્રવાસીઓ માટે વ્યવસ્થા કરે.

અનેક રાજાેયમાં ફસાયેલા પ્રવાસી મજૂરોની મુશ્કેલીઓ ઓછી કરવા માટે અનેક વચગાળાના નિર્દેશ આપતા સુપ્રીમ કોર્ટે કહ્યું કે એનસીઆર ક્ષેત્રમાં આર્ત્મનિભર ભારત યોજના, કેન્દ્ર દિલ્હી, ઉત્તર પ્રદેશ અને હરિયાણા સરકારોની અન્ય યોજનાઓ હેઠળ પ્રવાસી મજૂરોને રાશન ઉપલબ્ધ કરાવે. કોર્ટે કહ્યું કે પ્રવાસી કામદારો માટે તેઓ કમ્યુનિટી કિચન શરૂ કરે અને જે કામદારો ઘરે પાછા ફરવા માંગે છે તેમના માટે પરિવહનની વ્યવસ્થા કરે. જસ્ટિસ અશોક ભૂષણ, અને જસ્ટિસ એમ આર શાહની પેનલે કહ્યું કે કેન્દ્ર સરકાર પ્રવાસી મજૂરોની જરૂરિયાતોનું ધ્યાન રાખતા યોગ્ય વ્યવસ્થા કરવાના નિર્દેશ રેલ મંત્રાલયને આપે.

સુપ્રીમ કોર્ટમાં ત્રણ સામાજિક કાર્યકરોએ અરજી કરી હતી અને ભલામણ કરી હતી કે તેઓ કેન્દ્ર અને રાજ્ય સરકારોને મહામારીના કારણે લાગૂ પ્રતિબંધોના કારણે મુશ્કેલીઓનો સામનો કરી રહેલા પ્રવાસી મજૂરોના કલ્યાણ માટે ખાદ્ય સુરક્ષા, રોકડ મદદ, પરિવહન વ્યવસ્થા, અને અન્ય કલ્યાણકારી પગલા ભરવાના નિર્દેશ આપે.


પેનલે કહ્યું કે રાષ્ટ્રીય રાજધાની દિલ્હી, ઉત્તર પ્રદેશ, અને હરિયાણા રાજ્ય (એનસીઆરમાં આવતા જિલ્લાઓ માટે) એનસીઆરમાં ફસાયેલા પ્રવાસી કામદારો અને તેમના પરિજનો માટે લોકપ્રિય સ્થળો પર સામુદાયિક રસોઈ ખોલો જેથી કરીને તેમને બે ટંકનું ભોજન મળી શકે. કોર્ટે કહ્યું કે ફસાયેલા પ્રવાસી મજૂરોમાંથી જે ઘરે જવા માંગતા હોય તેમના માટે પરિવહનની યોગ્ય વ્યવસ્થા કરો.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/