fbpx
રાષ્ટ્રીય

પી.વિજયન આજે કેરળના મુખ્યમંત્રી પદના શપથ ગ્રહણ કરશે

કેરળમાં પિનારાયી વિજયન ગુરૂવારે કેરળના મુખ્યમંત્રીપદના શપથ લેશે. વિજયન સાથે ૨૧ પ્રધાનો શપથ લેશે પણ તેમાં જૂની સરકારના એક પણ મંત્રી નહીં હોય. સીપીએમ દ્વારા બહાર પડાયેલી યાદીમાં વિજયનને બાદ કરતાં બાકીના તમામ નવા ચહેરા છે.

આ યાદીમાં જૂના મંત્રીમંડળના દિગ્ગજાેનાં પત્તાં કાપી દેવાયાં છે. બીજી તરફ વિજયનના જમાઈ પી.એ. મોહમ્મદ રિયાઝનું નામ છે તેના કારણે એવી ચર્ચા શરૂ થઈ છે કે, ડાબેરીઓ પણ હવે વંશવાદી રાજકારણ તરફ વળ્યા છે અને રિયાઝને વિજયન પછીના નેતા તરીકે પ્રમોટ કરવા માટે જૂના નેતાઓને કોરાણે મૂકી દેવાયા છે.
વિજયને કોરોના કાળમાં જાેરદાર કામગીરી કરનારાં આરોગ્ય પ્રધાન કે.કે. શૈલજાને પણ પડતાં મૂકી દીધાં છે તેના કારણે આ ચર્ચાને વેગ મળ્યો છે. શૈલજાએ કોરોના સામેની લડતમાં દેશના તમામ રાજ્યો માટે ઉદાહરણરૂપ કામગીરી કરી હતી. આ કામગીરીના કારણે સૌ તેમને ‘રોકસ્ટાર હેલ્થ મિનિસ્ટર’ ગણાવતાં હતાં. શૈલજાની વધેલી લોકપ્રિયતાના કારણે પોતાના જમાઈ માટે ખતરો ઉભો ના થાય એટલે વિજયને તેમને કોરાણે મૂકી દીધાં છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/