fbpx
રાષ્ટ્રીય

ફરી એકવાર પેટ્રોલ-ડિઝલના ભાવમાં વધારોઃ ૧૭ દિવસમાં ૩ રૂ.નો વધારો ઝીંકાયો

ઓઇલ કંપનીઓએ આજે ફરી પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો કરી દીધો. પરિણામે રાજયમાં વડોદરા સિવાય અમદાવાદ, સુરત અને રોજકોટમાં પણ પેટ્રોલના ભાવો ૯૦ રૂપિયાને પાર પહોંચી ગયા. ગુજરાતના મહાનગરોમાં ડીઝલની કિમત પહેલાં જ પેટ્રોલ કરતા વધીને ૯૦ રૂપિયાને પાર પહોંચી ગઇ.
શુક્રવારે પેટ્રોલમાં ૧૮ અને ડીઝલમાં વધુ ૩૧ પૈસાનો વધારો ઝીંકાયો. આમ ૪ મે બાદ ૧૭ દિવસમાં પેટ્રોલ ૨.૫૨ રૂપિયા અને ડીઝલ ૩.૨૮ રૂપિયા મોંઘા થઇ ગયા. ભાવવધારા સાથે મુંબઇમાં પેટ્રોલની કિંમત સદીની આરે પહોંચી ગઇ છે. પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીઓના પરિણામ બાદ બંને ઇંધણમાં ૪ મેથી સતત અથવા એકાંતરે ભાવ વધારો થઇ રહ્યો છે.

શુક્રવારના ભાવવધારો બાદ દિલ્હીમાં પેટ્રોલની કિંમત ૯૩.૦૪રૂપિયા થઇ ગઇ. મુંબઇમાં ૯૯.૩૨ અને કોલકાતામાં ૯૩.૧૧ રૂપિયા થઇ ગયા. ચેન્નાઇમાં ૯૪.૭૧ રૂપિયા છે.
તેવી જ રીતે દિલ્હીમાં ડીઝસની કિંમત ૮૩.૮૦ , કાલકાતામાં ૮૬.૬૪ રૂપિયા પહોંચી ગઇ. જ્યારે મુંબઇમાં આજે ડીઝલ ૯૧.૦૧ રૂપિયા થઇ ગયું. ચેન્નાઇમાં ૮૮.૬૨ રૂપિયાનો ભાવ થઇ ગયો. જ્યારે ગુજરાતના મહાનગરોમાં પેટ્રોલ ૨.૫૨ રૂપિયા અને ડીઝલ ૩.૨૮ રૂપિયા મોંઘા થયા.

મે મહિનામાં ચાર મહાનગરોમાં પેટ્રોલ-ડીઝલના ભાવોમાં ૨.૩૪ રૂપિયાથી લઇ ૩.૨૧ રૂપિયા સુધીનો વધારો થયો. દિલ્હીમાં પેટ્રોલ ૨.૫૬, કોલકાતામાં ૨.૬૧, મુંબઇમાં ૨.૬૨ અને ચેન્નાઇમાં ૨.૪૪ રૂપિયા મોંધું થયું. જ્યારે ડીઝલનો ભાવ દિલ્હીમાં૩.૧૧, કોલકાતામાં ૩.૦૫, મુંબઇમાં ૩.૨૧ અને ચેન્નાઇમાં ૨.૮૦ રૂપિયા વધ્યો.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/