fbpx
રાષ્ટ્રીય

ઉધમપુરમાં ૧૨૦ વર્ષના ઢોલી દેવીએ કોરોના વેક્સિન લઇ લોકોને પ્રોત્સાહિત કર્યા

જમ્મુ કાશ્મીરના ઉધમપુર જિલ્લાના ગ્રામીણ વિસ્તારોમાં રહેતા લોકો માટે ૧૨૦ વર્ષના ઢોલી દેવી પ્રેરણારૂપ બન્યા છે. ઢોલી દેવીએ કોરોના વેક્સિન લઈને અન્ય લોકોને ઉદાહરણ પૂરૂ પાડ્યું છે. ત્યાર બાદ શુક્રવારે સેનાની ઉત્તરી કમાનના કમાન્ડર લેફ્ટિનન્ટ જનરલ વાઈકે જાેશીએ દૂદૂ તહસીલના ગર કટિયાસ ગામ ખાતે આવેલા ઢોલી દેવીના ઘરે જઈને તેમની મુલાકાત લીધી હતી અને તેમનું સન્માન કર્યું હતું.
જીઓસી લે. જનરલ જાેશીએ જણાવ્યું કે, જ્યાં કેટલાક લોકોમાં વેક્સિનને લઈ ખચકાટ જાેવા મળે છે ત્યાં ૧૨૦ વર્ષી ઢોલી દેવીએ ૧૭ મેના રોજ વેક્સિન લઈ અન્ય લોકોને પ્રોત્સાહિત કર્યા છે. મહામારી દરમિયાન ઢોલી દેવી આશાનું કિરણ બનીને ઉભરી આવ્યા છે અને તેમની પ્રેરણાથી આખું ગામ હવે સ્વેચ્છાએ વેક્સિનેશન માટે આગળ આવ્યું છે. ઢોલી દેવીના પૌત્ર ચમન લાલના કહેવા પ્રમાણે ઢોલી દેવી સ્વસ્થ છે અને તેમને કોઈ સમસ્યા નથી આવી કે સામાન્ય તાવ પણ નથી આવ્યો.
લે. જનરલ જાેશીએ સ્થાનિક લોકો અને સેનાના ટોચના અધિકારીઓની હાજરીમાં વરિષ્ઠ નાગરિકનું સન્માન કર્યું હતું. તેમણે જણાવ્યું કે, ઢોલી દેવીએ એકલપંડે આખા ગામને વેક્સિનેશન અભિયાન સફળ બનાવવા પ્રેરિત કર્યું છે. તેઓ એક જીવંત દંતકથા સમાન છે અને આ સંજાેગોમાં જ્યારે યુવાનો પણ પોતાની રક્ષા માટે સંઘર્ષ કરી રહ્યા છે ત્યારે તેઓ સારા સ્વાસ્થ્યના પ્રતીક સમાન છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/