fbpx
રાષ્ટ્રીય

કોવિડ-૧૯ની ત્રીજી લહેર! ‘જયપુર’માં ૧૦ હજારથી વધુ બાળકો કોરોના સંક્રમિત

તબીબી નિષ્ણાતોએ કોરોનાની ત્રીજી લહેરની શક્યતા વ્યક્ત કરી છે. આવામાં પ્રશ્ન ઊઠે છે કે શું ત્રીજી લહેર આવી ચુકી છે? કેમકે રાજસ્થાનમાં એપ્રિલ અને મેમાં જ મોટી સંખ્યામાં બાળકો કોરોના પોઝિટિવ થયા છે. રાજ્યના બીજા જિલ્લાઓની માફક રાજધાની જયપુરમાં પણ ચોંકાવનારો આંકડો સામે આવ્યો છે. એપ્રિલ અને મેના મહિનામાં એક તરફ જ્યાં ૧૦ વર્ષ સુધીના સાડા ત્રણ હજારથી વધારે બાળકો પોઝિટિવ આવી ચુક્યા છે. તો ૧૧થી ૨૦ વર્ષના ૧૦,૦૦૦થી વધારે બાળકો કોરોના સંક્રમણનો શિકાર થયા છે. આનાથી અંદાજાે લગાવી શકાય છે કે રાજસ્થાનમાં આની સંખ્યા કેટલી હશે.

કોરોનાની બીજી લહેરમાં હવે નવા કેસ સામે આવવાનો ક્રમ ઓછો થવા લાગ્યો છે, પરંતુ અત્યારથી જ ત્રીજી લહેરને લઇને ચિંતાઓ વધવા લાગી છે. કહેવામાં આવી રહ્યું છે કે ત્રીજી લહેરમાં બાળકો સૌથી વધારે પ્રભાવિત થશે, પરંતુ રાજસ્થાનમાં તો બાળકો બીજી લહેરમાં જ કોરોનાથી પ્રભાવિત થવા લાગ્યા છે. સ્વાસ્થ્ય વિભાગના આંકડાઓ પ્રમાણે એપ્રિલ અને મેના મહિનામાં જયપુરમાં ૧૦ વર્ષ સુધીના ૩ હજાર ૫૮૯ કેસ અને ૧૧થી ૨૦ વર્ષ સુધીના ૧ હજાર ૨૨ કિશોર કોરોના પોઝિટિવ થઈ ચુક્યા છે.

બીજી લહેરમાં જયપુરમાં ૨૧થી લઇને ૪૦ વર્ષ સુધીના લોકો પર કોરોનાનો ખતરો સૌથી વધારે જાેવા મળ્યો. આ ઉંમરના ૬૦,૦૦૦થી વધારે લોકો આ ૨ મહિનામાં પોઝિટિવ થયા છે. જાે કે બાળકોની આટલી મોટી સંખ્યા જાેઇને ચિંતા વધી ગઈ છે. આ વર્ષની શરૂઆતમાં મહિનાઓ પર ધ્યાન આપીએ તો સ્થિતિ બિલકુલ અલગ જાેવા મળે છે. આ વર્ષે જાન્યુઆરી, ફેબ્રુઆરી અને માર્ચના મહિનામાં જયપુરમાં ૨૦ વર્ષ સુધીના ફક્ત ૪૩૧ બાળકો જ પોઝિટિવ થયા હતા.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/