fbpx
રાષ્ટ્રીય

કોરોના સંકટની વચ્ચે ચાર્ટર્ડ ફ્લાઇટમાં લગ્ન કરવા કપલને ‘મોંઘા’ પડ્યા

તમિલનાડુના મદુરાઇમાં એક યુગલે વિમાનમાં લગ્ન કર્યા હતા અને હવે આ સમગ્ર મામલો ડાયરેકોટરેકટ જનરલ ઓફ સિવિલ એવિએશન સુધી પહોંચ્યો છે. હકીકતમાં આ યુગલે પોતાના લગ્ન માટે વેન્યુ માટે એક ચાર્ટર્ડ પ્લેન બુક કરાવ્યું હતું. લગ્નની તમામ વિધિ વિમાનમાં થઇ. સ્પાઇસ જેટના ચાર્ટર્ડ ફ્લાઇટમાં માત્ર રાકેશ-દિક્ષાના જ ૧૩૧ સંબંધી સવાર હતા. વિમાન ઉડ્યું અને ઉડતા વિમાનમાં બંનેએ એ સમયે લગ્ન કર્યા જ્યારે પ્લેન મદુરાઇ મીનાક્ષી અમ્મન મંદિરની બરાબર ઉપર હતું.

એરલાઇન્સ સૂત્રોના મતે બે કલાક માટે આ પ્રકારનું ચાર્ટર્ડ ફલાઇટ ૩,૦૦,૦૦૦ સુધીમાં બુક કરાવી શકો છો.
કોરોના વાયરસની સ્થિતિને ધ્યાનમાં રાખીને ૨૪ મે સોમવારથી તમિળનાડુમાં લોકડાઉન વધારવાની જાહેરાત કરવામાં આવી છે. આ સાંભળીને રવિવારે એક દંપતીએ વિમાનની અંદર આકાશમાં લગ્ન કર્યાં. આ લગ્નનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થયો.

સ્પાઇસજેટની આ ચાર્ટર્ડ ફલાઇટના ચાલક દળને ડ્યુટી પરથી હટાવી દીધા છે. આ કેસની તપાસના આદેશ આપ્યા છે. રવિવાર સવારે સ્પાઇસજેટની આ ચાર્ટર્ડ ફલાઇટ અંદાજે ૨ કલાક સુધી આકાશમાં ચક્કર લગાવ્યા બાદ પાછી ફરી. ડીજીસીએ કહ્યું કે ફ્લાઇટ દરમ્યાન સોશિયલ ડિસ્ટેસિંગના નિયમોનું પાલન ના થતા ચાલક દળને ડ્યૂટી પરથી હટાવી દીધા છે. એરલાઇન અને એરપોર્ટ ઓથોરિટી પાસે સંપૂર્ણ રિપોર્ટ માંગ્યો છે. સ્પાઇસ જેટ એરલાઇન્સે કોવિડના નિયમોનું પાલન ના કરવાની વિરૂદ્ધ ફરિયાદ નોંધાવાનો નિર્દેશ આપ્યો છે.

સોશિયલ મીડિયા પર રાકેશ દીક્ષાના લગ્નની તસવીરો વાયરલ થઇ. આ તસવીરોમાં વર વધુને મંગળસૂત્ર પહેરાવી રહ્યા છે અને લગ્નની તસવીરો ખેંચાવી રહ્યા છે. આ લગ્ન સમારંભમાં વર-વધુના સંબંધીઓ અને મહેમાન પણ કપલની પાછળ ઉભેલા દેખાય છે. તેમાંથી મોટાભાગના લોકોએ માસ્ક પેહર્યું નહોતું અને તેઓ સોશિયલ ડિસ્ટેંસિંગનું પાલન પણ કરી રહ્યા નથી.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/