fbpx
રાષ્ટ્રીય

કોરોનાની બીજી લહેરમાં અત્યાર સુધીમાં ૫૧૩ ડોક્ટરોના મોત નિપજ્યા

દેશભરમાં કોરોનાની બીજી લહેર ચાલી રહી છે ત્યારે લોકોને કોરોનાથી બચાવવા માટે ડોક્ટરો દિવસ રાત મહેનત કરી રહ્યા છે. પંરતુ આ લોકોને બચાવવા માટે ડોક્ટરોએ મોટી કિંમત પણ ચૂકવવી પડી છે. ડોક્ટર ખુદ પણ મોટી સંખ્યામાં કોરોનાની ઝપેટમાં આવ્યા છે અને તેમના મોત પણ થયા છે. દેશમાં ડોક્ટરોની સૌથી મોટી સંસ્થા ઇન્ડિયન મેડિકલ એસોસિએશને કહ્યું કે, કોરોનાની બીજી લહેરમાં અત્યાર સુધીમાં ૫૧૩ ડોક્ટરોના મોત થયા છે.


ડોક્ટોરના મોતના સાથે જાેડાયેલ લેટેસ્ટ આંકડા બહાર પાડતા આઈએમએએ કહ્યું કે, ડોક્ટરોના સૌથી વધારે મોત રાજધાની દિલ્હીમાં થયા છે. દિલ્હીમાં કોરોનાની બીજી લહેરને કારણે ૧૦૩ ડોક્ટરોએ પોતાના જીવ ગુમાવ્યા છે. જ્યારે બિહારમાં ૯૬ ડોક્ટોરના મોત થયા છે. ત્રીજા સ્થાને ઉત્તર પ્રદેશ છે જ્યાં ૪૧ ડોક્ટરોના કોરોનાને કારણે મોત થયા છે. તેની સાથે જ રાજસ્થાનમાં ૨૯ અને આંધ્ર પ્રદેશ, તેલંગાણા અને ઝારખંડના એમ દરેક રાજ્યમાં ૨૯ ડોક્ટોરના મોત થયા છે.


જણાવીએ કે, કોરોના સંક્રમણના કેસ સતત ઘટી રહ્યા છે તેમ છતાં વિશ્વભરમાં કોરોનાથી સંક્રમિત લોકોની યાદીમાં ભારત બીજા સ્થાને આવી ગયું છે. અહીં અત્યાર સુધીમાં કુલ ૨ કરોડ ૭૧ લાખ ૨૨ હજાર ૧૫૮થી વધારે કોરોના સંક્રમિત સામે આવ્યા છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/