fbpx
રાષ્ટ્રીય

બાળકોમાં કોરોના બાદ પોસ્ટ કોવિડમાં હાર્ટ, લિવર, કિડનીની બિમારીઓનું જાેખમ વધ્યું

પોસ્ટ કોવિડ સમસ્યાઓ ફક્ત પુખ્ત ઉંમરના વ્યક્તિઓમાં જ નથી, પરંતુ બાળકોને પણ ઘણી જ પરેશાન કરી રહી છે. પોસ્ટ કોવિડમાં બાળકોને હાર્ટ, લિવર, કિડની, લંગ્સ, બ્રેઇન ફીવર, પેટમાં દુઃખાવાથી જાેડાયેલી મુશ્કેલીઓ થઈ રહી છે. તો પુખ્ત વયના લોકોની સરખામણીએ તેમને એડવાન્સ પ્રકારની સારવારની જરૂરિયાત પડી રહી છે. કોરોનાથી રિકવર થયાના લગભગ ૩થી ૪ અઠવાડિયા બાદ બાળકોમાં આ પ્રકારની મુશ્કેલીઓ જાેવા મળી રહી છે.

સર ગંગારામ હૉસ્પિટલના પીડિયાટ્રિશિયન ડૉ. ધીરેન ગુપ્તા જણાવે છે કે પોસ્ટ કોવિડમાં ઘણા બાળકોને હાર્ટ, લિવર, કિડની અને શરીરના અન્ય ભાગોથી જાેડાયેલી સમસ્યાઓ થઈ રહી છે. બાળકોને તાવ આવે છે. તાવના કારણે હાર્ટ, લિવર, કિડની, લંગ્સ, બ્રેઇન સહિત અનેક અંગ પ્રભાવિત થાય છે. આને મલ્ટી સિસ્ટમ ઇન્ફ્લામેટ્રી સિન્ડ્રોમ કહેવામાં આવે છે. આ મોટાભાગે ૫થી ૧૫ વર્ષના બાળકોમાં જાેવા મળે છે. ડૉ. ગુપ્તાનું કહેવું છે કે આમતો આ એક હજારમાંથી એક બાળકોને હોય છે, પરંતુ જેને થાય છે તેને આઈસીયૂની જરૂરિયાત પડે છે.

તેમણે કહ્યું કે, ૫૦ ટકા બાળકો એવા હોય છે જેમને હાર્ટ અને બ્લડ પ્રેશર સંબંધિત સમસ્યાઓ થાય છે. ત્યારબાદ કોઈ બાળકના લંગ્સ તો કોઈનું બ્રેઇન પ્રભાવિત થાય છે. સારી વાત એ છે કે જાે સમયસર આની ઓળખ કરી લેવામાં આવે તો બાળકો ઠીક થઈ શકે છે. આનાથી થનારો મૃત્યુદર ઘણો જ ઓછો છે. છેલ્લા ૧૦ દિવસમાં હૉસ્પિટલમાં ૨૫થી ૩૦ બાળકો ભરતી થયા છે. આમાંથી કેટલાકની સ્થિતિ ગંભીર છે. કેટલાક સામાન્ય છે. તેમનું કહેવું છે કે આ સ્થિતિ એલાર્મિંગ છે, પરંતુ ગભરાવાની વાત નથી.

ડૉ. ગુપ્તાનું કહેવું છે કે, ગત વર્ષે તેમણે મલ્ટી સિસ્ટમ ઇંફ્લામેટ્રી સિન્ડ્રોમના ૧૨૦ બાળકોની સારવાર કરી હતી, જેમાંથી ફક્ત એક બાળકનું મોત થયું હતુ, બાકીના તમામ રિકવર થઈને ઘરે ગયા હતા. આમાં મૃત્યુદર ૧૦ ટકા અથવા તેનાથી પણ ઓછો છે. જે બાળકમાં આ સિન્ડ્રોમ હોય છે તેને પુખ્ત ઉંમરના વ્યક્તિઓની સરખામણીએ એડવાન્સ સારવારની જરૂરિયાત હોય છે. આઈસીયૂમાં બાળકો પર ખાસ દેખરેખ રાખવી પડે છે. તેમના બ્લડ પ્રેશરથી લઇને હ્રદયના ધબકારા સુધી નજર રાખવામાં આવે છે, કેમકે બાળકો સંપૂર્ણ રીતે વિકસિત નથી હોતા. પોસ્ટ કોવિડમાં બાળકોને હાર્ટ, લિવર, કિડની અને શરીરના અન્ય ભાગોથી જાેડાયેલી સમસ્યા થઈ રહી છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/