fbpx
રાષ્ટ્રીય

ડીસીજીઆઇએ આપી મંજૂરી સીરમ ઈન્સ્ટિટ્યુટ રશિયન વેક્સિનનું પણ કરશે ઉત્પાદન

કોરોના મહામારી પર લગામ કસવા માટે દેશમાં વેક્સિન ઉત્પાદનનું કામ પૂરજાેશમાં ચાલી રહ્યું છે. આ બધા વચ્ચે સીરમ ઈન્સ્ટિટ્યુટ ઓફ ઈન્ડિયાએ ડ્રગ કંટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયા (ડીસીજીઆઈ) પાસે ભારતમાં રશિયન વેક્સિન સ્પુતનિક-વી બનાવવા માટે પરીક્ષણ લાઈસન્સની મંજૂરી માંગી હતી. ડીસીજીઆઈએ શુક્રવારે સીરમને સ્પુતનિક-વીના ઉત્પાદન માટે મંજૂરી આપી દીધી હતી.


ડીસીજીઆઈની મંજૂરી મળ્યા બાદ સીરમ ભારતમાં સ્પુતનિક-વીનું નિર્માણ કરી શકશે. ડીસીજીઆઈએ સ્પુતનિક-વીના એક્ઝામિનેશન, ટેસ્ટ અને એનાલિસિસની સાથે ઉત્પાદન માટે મંજૂરી આપી દીધી છે.


ઉલ્લેખનીય છે કે, સીરમ પહેલેથી જ કોવિડ વેક્સિન કોવિશીલ્ડનું ઉત્પાદન કરી રહી છે. પરંતુ હવે આ કંપની રશિયન વેક્સિન સ્પુતનિકનું પણ પ્રોડક્શન કરશે. સીરમ ઈન્સ્ટિટ્યુટે ટેસ્ટ, એનાલિસિસ અને એક્ઝામિનેશન માટે ડીસીજીઆઈને અરજી કરી હતી.


ભારતમાં હાલ ડૉ. રેડ્ડીજ લેબોરેટરી પણ સ્પુતનિક-વીનું ઉત્પાદન કરી રહી છે. ગત ૧૪ મેથી આ રશિયન વેક્સિનનો ઉપયોગ શરૂ થયો હતો. અત્યાર સુધીમાં સ્પુતનિક ૫૦ કરતા પણ વધારે દેશોમાં રજિસ્ટર્ડ છે. એક અભ્યાસ પ્રમાણે આ વેક્સિનની પ્રભાવકારકતા (બંને ડોઝ) ૯૭.૬ ટકા છે.


આ તરફ સીરમ ઈન્સ્ટિટ્યુટની માંગણી છે કે, વિદેશી વેક્સિન કંપનીઓની જેમ તેમને પણ સરકાર દ્વારા સંરક્ષણ આપવામાં આવે. તે સિવાય અન્ય દેશી વેક્સિન કંપનીઓ પણ વિદેશી કંપનીઓને આ સુવિધા મળે છે તો તેમને પણ સરકારી સંરક્ષણ મળવું જાેઈએ તેવી માંગ કરી રહી છે.


હકીકતે અમેરિકી વેક્સિન ઉત્પાદક કંપની ફાઈઝર અને મોડર્નાએ સરકાર પાસે સંરક્ષણની માંગણી કરી હતી. જેથી વેક્સિન લીધા બાદ કોઈ પ્રકારની મુશ્કેલી આવે તો કોઈ કંપની સામે કાયદાકીય કાર્યવાહી ન કરી શકે. હવે સીરમ ઉપરાંત ભારત બાયોટેક કંપની પણ આવી માંગણી કરી રહી છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/